Site icon Revoi.in

પૃથ્વી પર તોળાતો સૌર તોફાનનો ખતરો, મોબાઇલ સેવા થઇ શકે પ્રભાવિત

Social Share

નવી દિલ્હી: એક અવકાશી આફતનો ખતરો પૃથ્વી પર તોળાઇ રહ્યો છે. એક ભયંકર સૌર તોફાન આજે પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના છે. જેના કારણે પૃથ્વી પર ઇલેક્ટ્રિસિટી અને મોબાઇલ સેવાને ભારે અસર પડી શકે છે. સાથે જ આ તોફાનની અસર પૃથ્વી પર 6 થી 8 કલાક રહેશે.

અવકાશમાં ભયંકર તોફાન સર્જાયું છે જે ધીરે ધીરે પૃથ્વી પર તરફ આગળ વધી રહ્યું છે તેવું અમેરિકાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. થોડાક સમયમાં જ આ તોફાન પૃથ્વી પર આવશે. જેના કારણે આખા વિશ્વની વીજળી પર તેની અસર પડી શકે છે. સાથે જ સિગ્નલ અને જીપીએસ પણ પ્રભાવિત થવાની સંભાવના છે.

અવકાશથી આવનારી નોર્દન લાઇટ્સને અમેરિકા અને યુકેમાં જોઇ શકાશે. અમેરિકન નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા અગાઉથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જીઓ મેગ્નેટિક સ્ટ્રોમને કારણે પૃથ્વીના ઘણા ભાગો પર વીજળી પડી શકે છે.

આ તોફા 11 ઑક્ટોબરે દેખાવાનું શરૂ થયું છે. જો કે 13 ઑક્ટોબરથી તેની અસર પણ જોવા મળશે. જો કે યુએસ સ્પેસ વેધર પ્રિડેક્શન સેન્ટર અનુસાર આ તોફાન જી 2 શ્રેણીનું છે જેના કારણે ઘણા ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે.

પૃથ્વી પરની ચુંબકીય સપાટીને આપણા ચુંબકીય ક્ષેત્ર દ્વારા બનાવામાં આવી છે. જેથી સૂર્યમાંથી નીકળતી કિરણો આપણાને રક્ષણ આપે છે. પણ જ્યારે હાઈ સ્પીડમાં કિરણો પૃથ્વી પર ટકરાશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ખુલશે અને સૌર પવનના કણો ધ્રુવો સુધી જશે જેના કારણે પૃથ્વી પર ચુંબકીય તોફાન ઉઠશે.