Site icon Revoi.in

ઉત્તર ભારતમાં ઠંડીથી રાહત નહીં, જનજીવન પ્રભાવિત થયું

Social Share

– ઉતર ભારતમાં ઠંડીનો પ્રકોપ જારી
– લોકો ઠંડીના માર્યા ઠુંઠવાયા
– જનજીવન પ્રભાવિત થયું

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ જારી છે. આ દિવસોમાં ધુમ્મસ અને શીત લહેરના કારણે ઘણા શહેરોમાં તાપમાન નીચું રહ્યું છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને કારણે દેશના ઉત્તરીય ભાગમાં પણ હિમવર્ષા વધી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં ઠંડીથી કોઈ રાહત નથી. આ સ્થળોએ આગામી ત્રણ દિવસ માટે કેટલાક ભાગોમાં ઠંડી વધવાની સંભાવના છે. આ સાથે જ ઠંડીના મામલે બિહાર પણ પાછળ નથી. રાજ્યના કેટલાક ભાગોમાં, આગામી બે દિવસ સુધી ઠંડીની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી 4 થી 5 દિવસમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં તીવ્ર શીત લહેરની સ્થિતિનો અનુભવ થવાની સંભાવના છે. આ દરમિયાન ઉતર પ્રદેશ,ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોલ્ડ વેવની સ્થિતિ બની રહેશે. રવિવારે દિલ્હીમાં એકદમ ઠંડો દિવસ નોંધાયો હતો. સવારથી જ દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું.રવિવારે દિલ્હીમાં ન્યુનતમ તાપમાન 8.8 ડીગ્રી નોંધાયું હતું.જે સામાન્યથી એક ડીગ્રી વધુ હતું.

હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. 27 જાન્યુઆરી સુધીમાં તે 4 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ભારતમાં ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઇ રહ્યા છે.

(દેવાંશી)