Site icon Revoi.in

આજથી નેશનલ્સ ગેમ્સનો આરંભ -પીએમ મોદી અમદાવાદના સ્ટેડિયમ ખાતે ગેમ્સનું કરશે ઉદ્ધાટન

Social Share

અમદાવાદઃ- દેશમાં આજથી 36મી નેશનલ ગેમ્સનો આરંભ થઈ રહ્યો છે,છેલ્લા ઘણા સમયથી આ રમતોને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે આજ રોજ 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની  બે દિવસીય મુલાકાતે આવનાર છે અમદાવાદ સ્ટેડિય ખાતે પીએમ મોદી નેશનલ્સ ગેમ્સનો આરંભ કરાવનાર છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રથમવાર 36મી નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે જેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાશે.

અમદાવાદના દેશના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજરોજ ગુરુવારથી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રંગારંગ સમારોહ દ્વારા ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ ગેમ્સમાં ભાગ લેવા આવતા દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 15,000 ખેલાડીઓ, કોચ અને અધિકારીઓને સંબોધિત કરશે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. સાત વર્ષ બાદ આયોજિત આ ગેમ્સ ગુજરાતના છ શહેરોમાં 12 ઓક્ટોબર સુધી યોજાશે.સાથે જ નવરાત્રીઓ ઉત્સવ ચાલી રહ્યો હોવાથી અમદાવાદ શહેરમાં ભારે ભીડ જોવા મળશે,

પીએમ મોદી તેમની આ મુલાકાત દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં આશરે રૂ. 29,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી નવી બ્રોડગેજ લાઇનનો શિલાન્યાસ પણ કરશે જેનાથી યાત્રાળુઓ માટે અંબાજીની યાત્રા સરળ બનશે. આ ઉપરાંત પીએમ મોદી ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે અને