Site icon Revoi.in

પંજાબમાં ચરણજીત સિંહના કેબિનેટનો વિસ્તાર, 15 મંત્રીએ શપથ ગ્રહણ કર્યા

Social Share

નવી દિલ્હી: પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની નવા મુખ્યમંત્રી બન્યા બાદ નવી કેબિનેટે શપથ ગ્રહણ કર્યા છે. રાજભવનમાં રાજ્યપાલે નવા મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા છે. આજે ચરણજીત ચન્નીના કેબિનેટમાં 15 નવા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર કેપ્ટન અમરિંદર સિંહના વિરોધી ગિદ્દરબાહાથી ધારાસબ્ય અમરિંદર સિંહ રાજા વડિંગને પણ કેબિનેટમાં તક પ્રાપ્ત થઇ છે. પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર ગુરકીરત કોટલીએ પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.

જાણો કોણે શપથ ગ્રહણ કર્યા

મનપ્રીત સિંહ બાદલ – અમરિંદર સરકારમાં મંત્રી હતા. અકાલી દળમાં પણ રહી ચૂક્યા છે.

બ્રહ્મ મોહિંદરા – અમરિંદર સિંહની સરકારમાં મંત્રી હતા. છ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. પટિયાલા ગ્રામીણ બેઠકથી ધારાસભ્ય છે.

તૃપ્ત રાજિંદર સિંહ બાજવાઃ બીજીવાર મંત્રી બન્યા છે. કેપ્ટન સરકારમાં પણ મંત્રી હતા. લાંબા સમયથી કોંગ્રેસમાં છે.

અરૂણા ચૌધરીઃ દીનાનગર સીટથી ધારાસભ્ય છે. પંજાબ કોંગ્રેસના મહાસચિવ રહ્યા છે. અનૂસુચિત જાતિથી આવે છે. કેપ્ટન સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતા.

સુખબિંદર સિંહ સરકારિયાજઃ કેપ્ટન અમરિંદર સરકારમાં મંત્રી હતા. એક સમયે કેપ્ટનના ખુબ નજીક હતા.

રાણા ગુરજીત સિંહઃ એક સમયમાં કેપ્ટન અમરિંદરના ખુબ નજીકના ગણાતા હતા. પંજાબના મોટા ઉદ્યોગપતિ છે. 2017માં મંત્રી બનાવવામાં આવ્યા હતા અને 2018માં હટાવી દેવામાં આવ્યા હતા.

વિજય ઇંદર સિંગલા: કેપ્ટન અમરિંદર સિંહના નિકટવર્તી માનવામાં આવે છે. પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે.

રઝિયા સુલ્તાના: પંજાબ વક્ફ બોર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા છે અને કોંગ્રેસનો મુસ્લિમ ચહેરો છે. પંજાબ કેબિનેટમાં એક માત્ર મુસ્લિમ નેતા છે.

રણદીપ સિંહ નાભા: ચાર વખત ધારાસભ્યની ચૂંટણીમાં જીત. પ્રથમવાર મંત્રી બન્યા છે. અમરિંદર સિંહના વિરોધી મનાય છે.

ભારત ભૂષણ આશુ – અમરિંદર સિંહની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. સંગઠનમાં સારી પકડ ધરાવે છે. લુધિયાણા પશ્વિમ બેઠકથી ધારાસભ્ય છે.

સંગત સિંહ ગિલજીયાન – વિધાનસભાની અનેક કમિટીના સભ્ય રહ્યા. ઉડમુડ બેઠકથી ધારાસભ્ય છે.

રાજકુમાર વેરકા – અમૃતસર પશ્વિમથી ધારાસભ્ય છે. પંજાબ કોંગ્રેસના પ્રવક્તા પણ છે. વાલ્મિકી સમાજથી આવે છે.

પરગટ સિંહને પણ મંત્રી બનાવાય છે. તેઓ પ્રદેશ કોંગ્રેસ મહાસચિવ છે અને તેમને નવજોત સિંહ સિદ્વુના નિકટવર્તી માનવામાં આવે છે.