Site icon Revoi.in

નવરાત્રી સ્પેશિયલ – 400 વર્ષમાં પહેલી વાર બની રહ્યો છે આ સંજોગ

Social Share

જ્યોતિષ અનુસાર છેલ્લા 400 વર્ષથી આવો સંયોગ નવરાત્રીમાં બન્યો નથી. આ વર્ષે શારદીય નવરાત્રીમાં 9 દિવસ સુધી દરેક દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. આ 9 દિવસ સુધી જો તમે નવો બિઝનેસ, નવી પ્રોપર્ટી અથવા નવું વાહન ખરીદવા માંગો છો તો સૌથી શુભ રહેશે.

આ વર્ષે નવરાત્રીની શરૂઆત રવિવારના દિવસે થવાની છે માટે માતાજી હાથી પર સવાર થઇ આવશે જે કોઈ રીતે શુભ સંકેત પણ આપે છે.

15 ઓક્ટોબરે પદ્મ યોગ અને બુધાદિત્ય યોગની રચના થઈ રહી છે. આવી સ્થિતિમાં, તમે ચિત્રા નક્ષત્રના હોવાથી દિવસે ખરીદી કરી શકો છો. તમે પાર્ટનર સાથે નવું જીવન શરૂ કરી શકો છો.

પ્રીતિ, આયુષ્માન અને શ્રીવત્સ યોગ 17મી ઓક્ટોબરે રચાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે ઇલેક્ટ્રોનિક સામાન અને મોબાઇલ ખરીદી શકો છો.

19મી ઓક્ટોબરના રોજ જેષ્ઠા નક્ષત્ર અને પૂર્ણાતિથિનો સંયોગ છે. આવી સ્થિતિમાં આ દિવસે પ્રોપર્ટી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

20મી ઓક્ટોબરે રવિ યોગ સાથે ષષ્ઠી તિથિ અને મૂળ નક્ષત્રનો સંયોગ છે. મિલકત ખરીદવા અને મશીનરીના પાર્ટસ ખરીદવા માટે આ દિવસ ખૂબ જ ખાસ રહેશે. 23 ઓક્ટોબરના દિવસે પણ સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ રચાઈ રહ્યો છે. આ દિવસે તમે કંઈપણ ખરીદી શકો છો.

ઉલ્લેખનીય છે કે આ માહિતી તદ્દન સાચી હોય તે વાતની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.