Site icon Revoi.in

લખતરના લીલાપુર નજીક નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરો બન્યા જળબંબાકાર

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં જળબંબાકાર સર્જાયો છે. ખેતરોમાં ઉભેલા પાક એરંડા અને કપાસમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. કેનાલમાં ગાબડું પડ્યાની જાણ નર્મદા કેનાલના સિંચાઈ અધિકારીઓને કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખોડુ સહિતના વિસ્તારોના ખેડુતો પાણી માટે લડત કરી રહ્યા આવે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને માયનોર કેનાલ તૂટવાના બનાવો પણ બની રહ્યા છે. જિલ્લાના લખતર પાસે આવેલી લીલાપુર ચારજ વચ્ચે આવેલી માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકશાન થયુ હતુ. આ બનાવની તાત્કાલિક  નર્મદા વિભાગને જાણ કરવામાં આવી હતી. અને પાણી બંધ કરવાનું રજુઆત કરવામાં આવી હોવા પાણી બંધ કરવામાં વિલંબ થયો હતો. તેથી ખેતરોમાં ઊભા પાકમાં પાણી ઘૂસી જતા મોટી માત્રામાં નુકસાન થયુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, લખતર તાલુકાના લીલીપુર વિસ્તારમાં એરંડા અને કપાસનું સારૂએવું વાવેતર થયુ છે. આ વિસ્તારમાં નર્મદાની બ્રાન્ચ કેનાલથી ખેડુતોને સારોએવો લાભ મળી રહ્યો છે. ત્યારે નર્મદાની બ્રાન્ચ કેનાલમાં એકાએક મોટુ ગાબડુ પડતા પાણી આજુબાજુના ખેતરોમાં ભરાયા હતા.ખેતરોમાં એરંડા અને કપાસ જેવા પાકમાં પાણી ઘૂસી જતા ખેડૂતો તાત્કાલિક અસરે રજૂઆત કરવા માટે પણ લખતર ખાતે દોડી આવ્યા હતા. અને હાલમાં નર્મદાની માઇનોર કેનાલ તૂટવાના કારણે ખેતરોમાં પાણી ઘૂસી ગયા હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે તેમને તેમની નુકસાની ભરપાઈ કરવાની માંગણી સાથે લખતર રજૂઆત માટે દોડી આવ્યા હતા.