1. Home
  2. Tag "LAKHTAR"

લખતરમાં ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સહિત અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

સુરેન્દ્રનગર, 17 એપ્રિલ 2026: local BJP leaders join Congress ચૂંટણી ટાણે પક્ષ પલટુઓની મોસમ પણ ખીલી ઊઠતી હોય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં લખતર તાલુકા ભાજપમાં મોટું રાજકીય ગાબડું પડ્યું છે. તાલુકા ભાજપના અનેક પૂર્વ હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ તમામ આગેવાનોને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. […]

લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો રૂપિયા 20 હજારની લાંચ લેતા પકડાયા

સુરેન્દ્રનગર, 8 એપ્રિલ 2026:  Deputy Mamlatdar and Pattawala caught taking bribe જિલ્લાના લખતર તાલુકાના નાયબ મામલતદાર જયદિપસિંહ પરમાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ ઝાલાને 20,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા છે, આરોપીઓએ ખેતીની જમીનની સરકારી દફતરે નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માગી હતી.  લખતર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા સુરેન્દ્રનગર એસીબીએ (એન્ટી […]

લખતરમાં 130 વર્ષ જૂનો કિલ્લો જાળવણીના અભાવે બન્યો જર્જરિત

સુરેન્દ્રનગર, 2 જાન્યુઆરી 2026:  130-year-old fort in Lakhtar has become dilapidated due to lack of maintenance જિલ્લાના લખતર શહેરમાં રાજાશાહી જમાનાનો  વિરાસત સમો અંદાજિત 130 વર્ષથી વધુ વર્ષથી અડીખમ ઉભેલો કિલ્લો તંત્રની અને સરકારની ધ્યાન ન આપવાની નીતિને કારણે જાળવણીનાં અભાવે જર્જરિત બન્યો છે.ગઢની દીવાલમાંથી પથ્થર નીકળવા લાગ્યા છે. સરકાર દ્વારા પણ અગાઉ 100 વર્ષ […]

લખતરના નજીક નર્મદા કેનાલના રોડ પર કારે સિંચાઈ માટેના ત્રણ એન્જિન મશીનને ટક્કર મારી

ખેડૂતોએ કેનાલ પર એન્જિન મશીન મુક્યા હતા લીલાપુર તરફ જતી કારે એન્જિન મશીન સાથે અથડાઈ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરના કડુ નજીક નર્મદાની વલ્લભીપુર શાખા નહેરના સમાંતર રોડ પર ગઈકાલે રાતના સમયે અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પિયત માટે નહેર કિનારે મૂકેલા ત્રણ એન્જિન મશીનોને હડફેટે લીધા […]

લખતર તાલુકાના અણિયાળી ગામ જતા મુખ્ય રસ્તા પરના કોઝવેમાં પાણી ભરાતા મુશ્કેલી

ગ્રામજનોની પુલ બનાવવા અનેક માંગણી છતાં તંત્ર ધ્યાન આપતું નથી, નાના-મોટા વાહનોને કોઝવેના પાણીમાંથી પસાર થવું પડે છે, કોઝવે એક તરફ તૂટી ગયો હોવાથી અકસ્માત થયાવો ભય સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના અણીયાળી ગામે જવાના કોઝવે ઉપર વરસાદના કારણે પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટી ગયો હતો. કોઝવેના સ્થળે પુલ બનાવવા વર્ષોથી ગ્રામજનો માંગ કરી રહ્યા […]

લખતરના ઐતિહાસિક ગઢની દીવાલ બની જર્જરિત, દીવાલમાંથી પથ્થરો નીકળવા લાગ્યા

લખતરના ઠોકોર સાહેબે કિલ્લાની જાળવણી કરવા સરકારને લખ્યો પત્ર તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા કિલ્લો બન્યો જર્જરિત અગાઉ પણ રજુઆતો કરવામાં આવી હતી, છતાંયે કોઈ જ પગલાં ન લેવાયા સુરેન્દ્રનગરઃ જિલ્લાનું લખતર શહેર ઐતિહાસિક ગણાય છે. અને  વર્ષો પહેલા ગામ ફરતે બંધાયેલો કિલ્લો આજે પણ અડિખમ રીતે ઊભો છે. પણ તંત્રની લાપરવાહીને કારણે હવે આ […]

લખતરમાં આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓએ પગાર વધારવાની માગ સાથે રેલી કાઢી

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આશા વર્કર અને આંગણવાડીના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારવાની માગણી કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો દ્વારા આરસીડીએસ ઓફિસ તાલુકા પંચાયત ખાતેથી રેલી યોજીને  મામલતદારને આવેદન આપી પગાર વધારાની માગ કરવામાં આવી હતી. લખતરમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો […]

લખતરના લીલાપુર નજીક પુર ઝડપે કાર રોડ સાઈડના ખાડાંમાં ખાબકતા એકનું મોત, બે ગંભીર

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લખતર તાલુકામા માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. લખતરના કારેલા અને લીલાપુર વચ્ચે રોડ પર પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પરના ખાડાંમાં ખાબકી હતી. કારમાં સવાર ત્રણ પ્રવાસીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં ચંદુભાઈ ચેહરભાઈ પરમારને અતિ ગંભીર ઇજા હોવાથી […]

સુરેન્દ્રનગરના લખતરમાં કરાતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાને પડ્યાં

સુરેન્દ્રનગરઃ જિલ્લાના વિકાસ કામો માટે  કરોડો રૂપિયા ફાળવાતા હોય છે. જેમાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરાતો હોવાની પણ ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે જિલ્લાના લખતરમાં ચાલતા વિકાસ કામોમાં બે-રોકટોક ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાને પડ્યો છે. વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલી લેખિત અને મૌખિક રજુઆતની તપાસ ન કરાંતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેમાં […]

લખતરમાં પાણીની પાઈપ લાઈન લિકેજ થતાં નદીની જેમ પાણી બજારોમાં વહેવા લાગ્યું

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરમાં આડેધડ ખોદકામને કારણે શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે.  રોજબરોજ શહેરનાં કોઈને કોઈ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ હોવાનાં કારણે પાણીની રેલમછેલ થઇ રહી છે. તેવામાં લાઈન રીપેર કર્યા બાદ પણ ત્રણેક દિવસમાં જ લાઈન ફરી લીકેજનાં બનાવો પણ બની રહ્યા છે. જેના કારણે સ્થાનિક તંત્ર માત્રને માત્ર દેખાડા પૂરતું અને ચોપડે રીપેરીંગ બતાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code