Site icon Revoi.in

નેપાળે ભારતના બે પર્વતારોહિઓ પર પ્રતિબંધ મૂક્યો – એવરેસ્ટ સર કરવાનો તેમણે ખોટો દાવો કર્યો હતો

Social Share

દિલ્હીઃ-નેપાળના સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારકના બે આરોહકો અને તેમની ટીમના લીડરો પર છ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે,  આ બન્ને આ આરોહકો પર કોઈ પણ શીખર સર કરવા પર પ્રતિબંધ  રાખવામાં આવ્યો છે.

આ બન્ને પર્વતારોહી એ વર્ષ  2016 માં  એવો ખોટો દાવો કર્યો હતો કે તેઓએ સફળતાપૂર્વક એવરેસ્ટ શીખર પાર કર્યો હતો, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે,આ દાવો ખોટો છે. તે સમયે નરેન્દ્રસિંહ યાદવ અને સીમા રાણી ગોસ્વામીના અભિયાનને પર્યટન વિભાગે પ્રમાણપત્ર પણ આપ્યું હતું. નરેન્દ્ર યાદવને એક એવોર્ડ માટે નામાંકિત પણ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર બાજે તેઓ કોઈ પણ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

નરેન્દર સિંહ યાદવ અને સીમા રાની ગોસ્વામીએ  પર નેપાળ દ્રારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,કારણ કે તેમના દ્રારા કરેલો એવરેસ્ટ સર કર્યો હોવાનો દાવો ખોટો સાબિત થયો છે. તપાસ દરમિયાન આ લોકો તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોવાના પૂરતા પૂરાવા રજૂ કરી શક્યા ન હતા.

નેપાળ પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે અમને તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓએ બનાવટી દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા. સંબંધિત અધિકારીઓ અને શેરપા સાથે વાત કર્યા પછી, અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે તેઓએ ખોટો દાવો કર્યો છે, મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર યાદવ, સીમા ગોસ્વામી અને ટીમ નેતા નાબા કુમાર ફુકોન પર 6 વર્ષ માટે પ્રતિબંધ  મૂકવામાં આવ્યો છે.

સાહિન-

Exit mobile version