Site icon Revoi.in

નેપાળે આગામી તહેવારોની સિઝનમાં ખાદ્ય સામગ્રીની અછતને પહોંચી વળવા ભારત પાસે ખાંડ અને ચોખાની કરી માંગણી

Social Share

દિલ્હીઃ- નેપાળે આગામી સિઝનમાં અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી પોતાના દેશની જનતાને સરળતાથી મળી રહે અને તેની અછત ન વર્તાઈ તે માટે ભારતની મદદ માંમગી છે જેમાં ખઆસ કરીને ચોખા અને ખાંડની ભારત પાસે માંગણી કરી છે

પ્રાપ્ત વિગત પ્રમાણે કોઈપણ સંભવિત અછતને પહોંચી વળવા સાવચેતીના પગલા તરીકે ડાંગર, ચોખા અને ખાંડના પુરવઠાની સુવિધા આપવા ભારતને વિનંતી કરી છે. વાણિજ્ય અને પુરવઠા મંત્રાલયના સંયુક્ત સચિવ રામ ચંદ્ર તિવારીએ આ બબાતને લઈને માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે વિતેલા સપ્તાહમાં  વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય અધિકારીઓને વિનંતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “નેપાળે ભારતને 10 લાખ ટન ડાંગર, એક લાખ ટન ચોખા અને 50,000 ટન ખાંડ આપવા વિનંતી કરી છે.”