Site icon Revoi.in

નેપાળ: પોખરાથી જોમસોમ જઈ રહેલું પ્લેન ગુમ,4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર

Social Share

દિલ્હી:પોખરાથી નેપાળના જોમસોમ જઈ રહેલું પેસેન્જર પ્લેન ગુમ થઈ ગયું છે.અહેવાલો અનુસાર, નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો હતો.વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા. વિમાનમાં ચાર ભારતીયો પણ સવાર હતા.

એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે સવારે 10.35 વાગ્યાથી વિમાન સાથે કોઈ સંપર્ક થયો નથી.ગુમ થયેલા વિમાનમાં 4 ભારતીય અને 3 જાપાની નાગરિકો છે, બાકીના નેપાળના છે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં ક્રૂ સહિત 22 મુસાફરો હતા.તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે, કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઈલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા ફ્લાઈટમાં સવાર હતા.

 

Exit mobile version