Site icon Revoi.in

આ પ્રકારનો સ્વભાવ ક્યારેય ન રાખવો! રાખશો તો હંમેશા એકલા જ રહેશો

Social Share

કેટલાક લોકોને જ્યારે આપણે જોઈએ ત્યારે લાગે કે તે લોકો એકલા કેમ છે, જ્યાં સુધી આ પ્રકારના લોકોને દુરથી જોઈએ ત્યાં સુધી તે એમ જ લાગે કે આ વ્યક્તિ કેમ એકલું હશે, પણ આની પાછળ સૌથી મોટી જવાબદાર કારણ હોય છે તે વ્યક્તિનો સ્વભાવ, જ્યારે વ્યક્તિનો સ્વભાવ જ યોગ્ય ન હોય ત્યારે તેને હંમેશા એકલા જ રહેવું પડે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં આ પ્રકારની આદતો બિલકુલ ન હોવી જોઈએ.

સૌથી પહેલા તો કેટલાક લોકો પોતાની જાતને ખુબ હોશિયાર સમજે છે. તેને કારણે તે પોતાના પાર્ટનરને પણ એટલું હોશિયાર જોવા માંગે છે. અને તે ચક્કરમાં તેની ખામીઓ કાઢવા લાગે છે. પાર્ટનરના મોંઢામાંથી નીકળેલા તે શબ્દો બીજા પાર્ટનરના આત્મ સન્માનને ઠેસ પહોંચાડે છે. તેનાથી કંટાળીને અનેક સંબંધો તૂટતા હોય છે. તેથી નાનાની વાતો પર વધારે ઓવર રિએક્ટ ન કરો.

આ ઉપરાંત કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ ખરાબ પરિસ્તિથિમાં પોતાની ભૂલનો દોષ બીજા પર નાંખી દેવી. સંબંધોમાં પોતાના પાર્ટનર પર દોષનો ટોપલો ઢોળવાથી સંબંધો બગડે છે. અને એક સમયે તેનાથી કંટાળીને બીજો પાર્ટનર સંબંધોને તોડી નાંખે છે.

આપણે ઘણીવાર મજાક-મસ્તીમાં એવી વાતો બોલી દેતો હોઈએ છે જે લોકોને ખરાબ લાગે છે. તેમના મનમાં તેની ખરાબ અસર પડે છે અને તેઓ તે વાત યાદ રાખે છે. ત્યાંથી જ સંબંધો તૂટવાની શરુઆત થાય છે. કેટલીકવાર તમે પાર્ટનરને મજાકમાં કહી દેતા હોય છે કે , હું સિંગલ પણ રહી શકું છું અને તારો વિશ્વાસ પણ તોડી શકું છું. તેનાથી બીજા પાર્ટનર પર નેગેટિવ પ્રભાવ પડે છે. તેથી તમારા શબ્દો સમજી વિચારીને વાપરો.

Exit mobile version