Site icon Revoi.in

વલસાડમાં 58 જર્જરીત ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવાશે

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોના જર્જરિત મકાનોની જગ્યાએ નવા મકાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની 58 જેટલી ઈમારતોના નવા મકાન બનાવવામાં આવશે. કરોડોના ખર્ચે ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવવામાં આવશે. વલસાડના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી મંજુરી આપવામાં આવી છે. ડીઝાઇનમાં ગ્રામ પંચાયત ઓફીસની સાથે મીટીંગ હોલ અને તલાટી કમ મંત્રી રહેઠાણની સુવિધા પણ ઉપલબ્ધ  થશે.

રાજય સરકારના ઠરાવથી પાત્રતા ધરાવતી તમામ જર્જરીત અને ઘર વિહોણી ગ્રામ પંચાયતો માટે નવીન પંચાયત ઘર મનરેગા કન્વડર્ઝન અંતર્ગત બનાવવા તથા પ્રવર્તમાન યુનિટ કોસ્ટા મુજબ સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી સત્તા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સોંપવામાં આવી છે. જે ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની દ્વારા મનરેગા હેઠળ-48 તથા 15માં નાણાપંચ હેઠળ-10 ગ્રામ પંચાયત એમ કુલ-58 ગ્રામ પંચાયતોને નવા મકાનોના બાંધકામની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં મટીરીયલ કોસ્ટશ અંદાજે રૂ. 13 લાખ તથા લેબર કોસ્ટપ 01 લાખ મળી કુલ 14 લાખના ખર્ચ માટે જિલ્લા કક્ષાએ નવીન ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ડીઝાઇનમાં ગ્રામ પંચાયત ઓફીસની સાથે મીટીંગ હોલ અને તલાટી કમ મંત્રી રહેઠાણની સુવિધા પણ ઉપલબ્ધ  થશે. આ પંચાયત ઘર બાંધકામ મનરેગા કન્વંર્ઝન હેઠળ હાથ ધરાતાં મનરેગા હેઠળ ગામલોકોને રોજગારી મળવાની સાથે ગ્રામ પંચાયતને સુવિધાયુકત ગ્રામ સચિવાલય પ્રાપ્તા થશે.