Site icon Revoi.in

ગુજરાતમાં લગ્ન પ્રસંગને લઈને નવો નિયમ, ઓનલાઈન લેવી પડશે મંજૂરી

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને લઈને રાજ્યમાં લગ્નપ્રસંગને લઈને કેટલાક નિયમ બનવવામાં આવ્યાં છે. સરકારની મંજૂરી સાથે જ નિયમ અનુસરના મહેમાનોની ઉપસ્થિતિમાં લગ્ન પ્રસંગ યોજવાની મંજૂરી આપવામાં આવે છે. જો કે, હવે લગ્ન પ્રસંગની મંજૂરી મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે એક સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ગૃહવિભાગે લગ્ન પ્રસંગોને લઈ પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર અનુસાર લગ્ન, સત્કાર જેવા પ્રસંગોમાં ખુલ્લા સ્થળો કે બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ નહીં પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગ આયોજનને મંજૂરી મળશે. આ ઉપરાંત એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર મારફતે અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ મેળવી શકશે. જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લિપની માગણી કરે તો તે અરજદારે રજૂ કરવી પડશે.