Site icon Revoi.in

રિપબ્લિક ટીવીના IBF ના સભ્યપદને રદ કરવા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનની માંગણી

Social Share

– રિપબ્લિક ટીવીની મુશ્કેલીમાં સતત વધારો
– NBA એ રિપબ્લિક ટીવીનું IBF નું સભ્યપદ રદ કરવા માંગણી કરી
– ટીઆરપી સ્કેમમાં રિપબ્લિક ટીવી ચેનલ સંડોવાયેલી હતી

ટીઆરપી સ્કીમ બાદ રિપબ્લિક ટીવીના એડિટર અને ચેનલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન(NBA) એ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનના સભ્યપદેથી રિપબ્લિક ટીવી ચેનલનું સભ્યપદ રદ કરવાની માંગણી કરી છે.

થોડા દિવસ પહેલા રિપબ્લિક ટીવીના ચીફ એડિટર અરનબ ગોસ્વામી અને BARCના ભૂતપૂર્વ વડા પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલી વોટ્સએપની વાતચીતે સનસનાટી મચાવી દીધી હતી. આ whatsapp ચેટ માં કેટલાક મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ નો પણ સમાવેશ થતો હતો.

અર્ણબ ગોસ્વામીની ધરપકડ સુદ્ધાં થઇ હતી. મુંબઇ હાઇકોર્ટે રિપબ્લિક ટીવી સહિત વિવિધ ન્યૂઝ ચેનલ્સની ઝાટકણી કાઢી હતી. ટીઆરપી વધારવા માટે આ ચેનલ્સ દ્વારા જે કાવાદાવા કરાય છે એની ટીકા હાઇકોર્ટે કરી હતી.

હવે નેશનલ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન (NBA) દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફેડરેશનના સભ્યપદેથી રિપબ્લિક ટીવીનું સભ્યપદ રદ કરી નાખવું જોઇએ.

રિપબ્લિક ટીવીએ પાર્થો દાસગુપ્તા સાથે કરેલી વાતચીત સાબિત કરે છે કે રિપબ્લિક ટીવીએ છેલ્લા ઘણા મહિનાથી ખોટી રીતે અને કાવાદાવા દ્વારા રેટિંગમાં હેરફેર કરીને પોતાના દર્શકો વધુ હોવાના દાવા કર્યા હતા.

બીજી ચેનલ્સના દર્શકો ઓછા હોય એવો પ્રચાર પણ રિપબ્લિક ટીવીએ કર્યો હતો. એનબીએએ કહ્યું કે વ્હૉટ્સ એપ ચેટ માત્ર રેટિંગના ફેરફાર પૂરતી મર્યાદિત નથી રહી. એમાં દેશના કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ અને કેન્દ્ર સરકારની કામગીરીમાં હસ્તક્ષેપ જેવી પ્રવૃત્તિ પણ કરાઇ હતી. એ સંજોગોમાં છેલ્લા ચાર વર્ષથી એનબીએ દ્વારા કરાયેલા આક્ષેપો પુરવાર થાય છે કે બાર્કના સભ્ય અને રિપબ્લિક ટીવી વચ્ચે ગેરકાયદે સંબંધ હતા અને એ પોતાના દર્શકોની સંખ્યા અન્યો કરતાં વધુ હોવાનું પુરવાર કરવા અસામાજિક પ્રવૃત્તિ જેવા ખોટાં કાર્યોમાં વ્યસ્ત હતી.

Exit mobile version