Site icon Revoi.in

રાહતના સમાચાર ! ઓક્ટોબર મહિનામાં દેશમાં કોલસાનો સ્ટોક વધ્યો,બત્તીગુલની ચિંતા થઈ દૂર

Social Share

દિલ્હી :થોડા સમય પહેલા દેશની મીડિયામાં અનેક પ્રકારના એવા લેખ જોવા મળ્યા કે દેશમાં કોલસાનો સ્ટોક ઓછો થઈ ગયો છે. તેના કારણે બત્તીગુલ પણ થઈ શકે છે. આવામાં હવે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં કોલસાનો સ્ટોક હવે પૂરતા પ્રમાણમાં છે અને તેના કારણે હવે કોઈએ કોઈ ચિંતા કરવાની પણ જરૂર નથી. વાત એવી છે કે વિજળી ક્ષેત્રને કોલસાનો પુરવઠો ઓક્ટોબરમાં 27.13 ટકા વધીને 5.97 કરોડ ટન પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં જ કોલ ઈન્ડિયા અને તેમની જોડાયેલી કંપનીઓને એ સુનિશ્ચિત કરવાનુ કહ્યુ હતુ કે નવેમ્બરના અંત સુધી તાપ વિજળી ઘરની પાસે ઓછામાં ઓછા 18 દિવસનો કોલસા ભંડાર રહ્યો છે. ઘરેલૂ કોલસા ઉત્પાદનમાં કોલ ઈન્ડિયાની ભાગીદારી 80 ટકાથી વધારે છે.

કોલ ઈન્ડિયા અસ્થાયી રીતે વિજળી ઉત્પાદકોને કોલસાની આપૂર્તિમાં પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ સાર્વજનિક ક્ષેત્રની કોલસા કંપનીઓના પ્રમુખોને આને પ્રાપ્ત કરવા માટે સંશોધિત લક્ષ્ય નિર્ધારિત કરવા અને વિસ્તૃત રણનીતિ બનાવવાનુ કહ્યુ હતુ.

જો કે ઉલ્લેખનીય છે કે કોલસા ભારતમાં પ્રમુખ ઈંધણ છે. લગભગ 70 ટકા વિજળીનુ ઉત્પાદન કોલસાથી જ થાય છે. દેશમાં 135 પાવર પ્લાન્ટ એવા છે, જ્યાં કોલસાથી વિજળી બનાવવામાં આવે છે.

Exit mobile version