Site icon Revoi.in

ટેરર ફંડીંગ મામલે કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીનમાં નજીકના સાથીની સલીમ ફ્રૂટની NIA એ કરી ધરપકડ

Social Share

દિલ્હીઃ-ડોન દાઉદ ઈબ્રાહીમ નામથી સૌ કોઈ વાકેફ છે જેના પર અત્યાર સુધી ઘમા આરોપો લાગી ચૂક્યા છે ત્યારે હવે તેના નજીકના સાથીને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા ચે પ્રાપ્ત માબહિતી પ્રમાણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે, કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ  અને છોટા શકીલના સંબંધી સલીમ કુરેશીની મુંબઈથી એનઆઈએ દ્રારા ધરપકડ કરવામાં આવી છે. 

આ ધરકપડ કરાયેલા કુરેશીને સલીમ ફ્રૂટ તરીકે જાણીતો  છે. આ વર્ષે મે મહિનામાં પણ આતંકવાદ વિરોધી એજન્સીએ NIA દ્વારા મુંબઈ અને થાણેમાં 20 થી વધુ સ્થળોએ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ વિરુદ્ધ દરોડા પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સલીમ પર ટેરર ​​ફંડ અને મની લોન્ડરિંગનો આરોપ લાગ્યો છે. NIAએ જણાવ્યું હતું કે સલીમ ફ્રુટ સામે 3 ફેબ્રુઆરીના રોજ આતંકવાદી જેવી ગુનાહિત ગતિવિધિઓના આરોપને લઈને કેસ કરવામાં આવ્યો હતો કારણ કે તે ગેંગસ્ટર છોટા શકીલના નામે ખંડણી માંગતો હતો.

જાણકારી પ્રમાણે ડી કંપન4ના નજીકના સાથી સલીમ ફ્રુટે ડી કંપનીની આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે ટેરર ​​ફંડ એકઠું કરવા માટે પ્રોપર્ટી ડીલ અને વિવાદના સમાધાન દ્વારા છોટા શકીલના નામે મોટી રકમ એકઠી કરી હતી.

આ સહીત NIAએ દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને ગેંગસ્ટરના નજીકના સહયોગીઓ સામે પણ ફરીયાદ નોંધી હતી. એફઆઈઆરપ્રમાણે , ભારતમાં આતંકવાદી હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા માટે પાકિસ્તાનના દાઉદ ઈબ્રાહિમે એક વિશેષ એકમ બનાવ્યું હતું. આ યુનિટનું કામ ભારતમાં નેતાઓને નિશાન બનાવવાનું અને હુમલો કરવાનું હતું. એફઆઈઆરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલે ભારતમાં રમખાણો ભડકાવવા માટે પાકિસ્તાન તરફથી ષડયંત્ર રચ્યું હતું.આ તામામ સામે આતંકવાદી ગુનાહીત પ્રવૃત્તિ નો ગુનો નોંધાયો છે