Site icon Revoi.in

NIA એ ડોન દાઉદ ઈબ્રાહીમના સહયોગીઓ પર કરી મોટી કાર્યવાહી – 20થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા

Social Share

દિલ્હીઃ- નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સતત ગુનેગારો માસે કડક કાર્યવાહી કવા માટે જાણીતી છે ત્યારે હવે એલઆઈે એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના લોકો પર મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર પ્રાપ્ત થી રહ્યા  છે જાણકારી પ્રમાણે NIA મુંબઈમાં 20 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સિવાય ANAએ ડ્રગ્સ સ્મગલરો પર પણ દરોડા પાડ્યા હોવાનું જણાવાઈ રહ્યું  છે.

આ સમગદ્ર બાબત મામલે માહિતી આપતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ જણાવ્યું કે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓના ઠેકાણાઓ પર ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે ઘણા હવાલા ઓપરેટરો અને ડ્રગ પેડલર દાઉદ સાથે જોડાયેલા હતા અને આ વર્ષે ફેબ્રુઆરીમાં આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

આ મામલે મળતી માહિતી મુજબ તમામ ઠેકાણા ડી કંપનીના કિંગપિન દાઉદ ઈબ્રાહિમના નજીકના સહયોગીઓના  ત્યા પાડવામાં આવ્યા છે. મુંબઈના બાંદ્રા, નાગપાડા, ગોરેગાંવ, પરેલ અને સાંતાક્રુઝ વિસ્તારમાં NIAના દરોડા હાલ પણ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ અંડરવર્લ્ડ પ્રવૃત્તિઓ, મિલકતોની ગેરકાયદેસર ખરીદી અને વેચાણ અને હવાલા દ્વારા વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે ફેબ્રુઆરીમાં મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, EDએ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘર પર પણ દરોડા પાડ્યા હતા, જ્યાંથી કેટલાક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.આ સાથે જ હવે દાઉદ સાથે જોડાયેલા અનેક લોકો પર તપાસ એજન્સીોએ લાલ આંખ કરીને સતત તેના સંપર્કમાં રહેલા લોકો સામે કાર્વાહી થી રહી છે અને અંગતના લોકોના ઠેકાણો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે

Exit mobile version