Site icon Revoi.in

NIA ને મળી સફળતા -લુધિયાણાની કોર્ટમાં બ્લાસ્ટ કરવનાર મુખ્ય આરોપીની ધરપકડ

Social Share

ચંદિગઢઃ-દેશના કેટલાક રાજ્યોમાં જાણે બોમ્બબ્લાસ્ટની ઘટનાઓ સામાન્ય બનતી હોય છે ખાસ કરીને પંજાબમાં આવી કેટલીક ઘટનાઓ ભૂતકાળમાં બની છેજેમાંથી એક ઘટના હતી લુઘિયાણાની કોર્ટમાં થયેલો બોમ્બ બ્લાસ્ટ જો કે મામલે હવે ,NIAને મોટી સફળતા મળી છે. 

પ્રાપ્ત વિગત પ્રમાણે એનઆઈએ એ મોસ્ટ વોન્ટેડ આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયાની ધરપકડ કરી છે. હરપ્રીત સિંહ લુધિયાણા કોર્ટ બોમ્બ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી છે. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. હેપ્પી મલેશિયા પંજાબના અમૃતસર જિલ્લાના મિયાદી કાલા ગામનો રહેવાસી છે.ઉલ્લેખનીય છે કે .NIAએ આરોપી હરપ્રીત સિંહના માથા પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2021માં લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં પંજાબ પોલીસના બરતરફ કરાયેલા કર્મચારી ગગનદીપ સિંહનું મોત થયું હતું. તે જ સમયે, આ ઘટનામાં અન્ય છ લોકો ઘાયલ થયા હતા. આ અંગેનો કેસ પંજાબના જિલ્લા લુધિયાણા કમિશનરેટમાં 23 ડિસેમ્બર 2021ના રોજ નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે, એનઆઈ એ 13 જાન્યુઆરી 2021 ના ​​રોજ કેસ ફરીથી નોંધ્યો હતો. ત્યારે હવે ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે.

આ સાથે જ આનઆઈએ એ આપેલી જાણકારી પ્રમાણે રોડેની સૂચનાઓ પર કામ કરીને, હરપ્રીતે ખાસ બનાવેલા IEDsની ડિલિવરીનું સંકલન કર્યું હતું, જે પાકિસ્તાનથી ભારતમાં તેના સહયોગીઓને મોકલવામાં આવ્યા હતા. તેનો ઉપયોગ લુધિયાણા કોર્ટ કોમ્પ્લેક્સ બ્લાસ્ટમાં થયો હતો.ત્યારથી આરોપીની શોધ કરવામાં આવી હતી છેવટે તેના પર 10 લાખના ઈનામની પણ જાહેરાત કરાી હતી જો કે હવે આરોપી પકડમાં આવી ગયો છે.