Site icon Revoi.in

ક્લાયમેટ ચેન્જથી સૌથી વધુ જોખમ વાળા વિશ્વભરના ટોપ 50 શહેરો રાજ્યોમાં ભારતના 9 રાજ્યોનો સમાવેશ

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાં માનવ સર્જિત જળ વાયુ પરિવર્તનને લઈને થયેલા ફેરફારો જોખમ બની રહ્યું છે,ત્યારે આ બાબતે એક રિપોર્ટ જારી કરાયો છે જેમાં ભારતના નવ રાજ્યોમાં માનવસર્જિત સંરચના આબોહવા પરિવર્તનથી સૌથી વધુ જોખમમાં છે. એક નવા રિપોર્ટમાં આ રાજ્યોને વિશ્વના 50 સૌથી જોખમી રાજ્યોમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ લીસ્ટમાં ભારતના બિહાર, યુપી, પંજાબ વગેરેને પણ આવા ખતરા હેઠળ રાખવામાં આવ્યા છે.આ રિપોર્ટ ક્રોસ ડિપેન્ડન્સી ઇનિશિયેટિવ (XDI) દ્વારા વર્ષ 2050ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 2,600 રાજ્યો અને પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે.

આ જારી કરાયેલા રિપોર્ટમાં માનવીય પ્રવૃત્તિઓ અને ઘરોથી માંડીને ઈમારતો સુધીના માનવ નિર્મિત પર્યાવરણને આબોહવા પરિવર્તન અને આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને કારણે થતા નુકસાનની આગાહી કરાઈ છે.જેના આધારપર આ રેન્કિંગ  અપાવામાં આવ્યું છે. અહીં પૂર, જંગલમાં આગ, ગરમીનું મોજું, દરિયાની સપાટીમાં વધારો જેવા જોખમો વધવાના સંકેત છે.

આ બાબતે ટોપ 100ની જો વાત કરવામાં આવે તો 100 ટોતના શહેરોમાં ભઆરતના 14 રાજ્યો આ બાબતના લીસ્ટમાં સમાવેશ પામ્યા છે જેમાં   ઉત્તર પ્રદેશ, આસામરાજસ્થાન,  તમિલનાડુ,  મહારાષ્ટ્ર ,ગુજરાતપંજાબ, કેરળ,  મધ્યપ્રદેશહરિયાણા, કર્ણાટક  આંધ્ર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર,હિમાચલદિલ્હી ,ઉત્તરાખંડ નો સમાવેશ થાય છે.