ક્લાયમેટ ચેન્જથી સૌથી વધુ જોખમ વાળા વિશ્વભરના ટોપ 50 શહેરો રાજ્યોમાં ભારતના 9 રાજ્યોનો સમાવેશ
- વિશ્વભરના ટોપ 50 શહેરો કે જ્યા ક્લાઈમેન્ટ ચેન્જની સૌથી વધુ અસર
- આ લીસ્ટમાં ભારતના 9 શહેરોના સમાવેશ
- આ લીસ્ટમાં યુપી અને પંજાબનો પણ સમાવશે
દિલ્હીઃ- વિશ્વભરમાં માનવ સર્જિત જળ વાયુ પરિવર્તનને લઈને થયેલા ફેરફારો જોખમ બની રહ્યું છે,ત્યારે આ બાબતે એક રિપોર્ટ જારી કરાયો છે જેમાં ભારતના નવ રાજ્યોમાં માનવસર્જિત સંરચના આબોહવા પરિવર્તનથી સૌથી વધુ જોખમમાં છે. એક નવા રિપોર્ટમાં આ રાજ્યોને વિશ્વના 50 સૌથી જોખમી રાજ્યોમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ લીસ્ટમાં ભારતના બિહાર, યુપી, પંજાબ વગેરેને પણ આવા ખતરા હેઠળ રાખવામાં આવ્યા છે.આ રિપોર્ટ ક્રોસ ડિપેન્ડન્સી ઇનિશિયેટિવ (XDI) દ્વારા વર્ષ 2050ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 2,600 રાજ્યો અને પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે.
આ જારી કરાયેલા રિપોર્ટમાં માનવીય પ્રવૃત્તિઓ અને ઘરોથી માંડીને ઈમારતો સુધીના માનવ નિર્મિત પર્યાવરણને આબોહવા પરિવર્તન અને આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને કારણે થતા નુકસાનની આગાહી કરાઈ છે.જેના આધારપર આ રેન્કિંગ અપાવામાં આવ્યું છે. અહીં પૂર, જંગલમાં આગ, ગરમીનું મોજું, દરિયાની સપાટીમાં વધારો જેવા જોખમો વધવાના સંકેત છે.