મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકેરેને બીજો મોટો ઝટકો – શિવસેનાનું કાર્યાલાય હવે શિંદે જુથને સોંપાયું
- શિવસેનાનું કાર્યલાય હવે શિંદેજૂથને સોંપાયું
- ઉદ્ધવ ઠાકરેને બીજો ફટકો પડ્યો
મુંબઈઃ- શિવસેનામાંથી અલગ પડેલા શિંદે જૂથની છેવટે દરેક મોર્ચે જીત થઈ છે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ હારનો સામનો કરવો પડ્યો છે.આ પહેલા શિવસેનાના પક્ષનું નામ શિંદેજૂથને સોંપાયું હચતું ત્યારે હવે વધુ એક ઝટકો ઉદ્ધવ ઠાકરેને પડ્યો છે,સોમવારે વિધાનસભા પક્ષમાં શિવસેના પાર્ટી કાર્યાલય પર કબજો કર્યા બાદ હવે શિંદે જૂથે સંસદમાં પણ કબજો સંભાળી લીધો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પક્ષના નામ અને ચિહ્ન પર ચૂંટણી પંચના નિર્ણય બાદ હવે ઉ સંસદમાં શિવસેના કાર્યાલય શિંદે જૂથને આપવામાં આવ્યું છે. એકનાથ શિંદેના જૂથે ઓફિસ પર દાવો કર્યો હતો,જેમાં તેઓ સફળ રહ્યા છે.આ માહિતી લોકસભા સચિવાલય દ્વારા આપવામાં આવી છે.
વિધાનસભામાં કાર્યાલય મળ્યા બાદ હવે શિંદે જૂથે સંસદમાં શિવસેનાનું કાર્યાલય કબજે કરી લીધું છે. ચૂંટણી પંચ તરફથી શિંદે જૂથને જીત મળ્યા બાદ હવે ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધતી જ જઈ રહેલી જોવા મળે છે. શિંદે જૂથ દ્વારા શિવસેનાના તમામ મથકો અને પાર્ટી કાર્યાલયો પર કબજો કરવાની શરૂઆત થઈ ગઈ છે.