Site icon Revoi.in

ડોમિનિકન રિપબ્લિકમાં પ્રાઈવેટ પ્લેન ક્રેશ થવાની ઘટના બની -અકસ્માતમાં 2 ક્રુ મેમ્બર સહીત નવ લોકોના મોત

Social Share

દિલ્હીઃ વિશ્વભરમાં પ્લેન ક્રશ થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ભારતમાં થોડા દિવસ પહેલા જ આમ્રીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં 14 લોકોના મોત થયા હતા ત્યારે આજે ડોમિનિકન રિપબ્લિકથી આવી જ એક ઘટના સામે આવી છે.મળતી માહિતી પ્રમાણે અહી રનવે પર ખાનગી વિમાનનો અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાહોવાની શંકાઓ સેવાઈ રહી છે.

હાલ વિમાનમાં સવાર લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ ભયાનક અકસ્માત સાથે સંબંધિત સ્થળના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. દૂર દૂરથી ધુમાડો નીકળવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

સેન્ટો ડોમિંગોના લાસ અમેરિકા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે ક્રેશ થયેલા ગલ્ફસ્ટ્રીમ પ્લેનમાં સાત મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. એરક્રાફ્ટ કંપની હેલિડોસા એવિએશન ગ્રુપે અકસ્માતની પુષ્ટિ કરી છે. અકસ્માતનું કારણ કે ઈમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

કંપનીએ ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં લખ્યું છે કે અમારી કંપની વધુ માહિતી મેળવવા માટે બચાવ ટીમો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે. એમ પણ કહ્યું કે આ દુર્ઘટના અમારા માટે ખૂબ જ દુઃખદ છે. અમે એ પરિવારોની સાથે છીએ જેઓ અમારી સાથે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.