Site icon Revoi.in

કેરળમાં વઘતું નિપાહ વાયરસનું જોખ- 700 લોકોમાંથી 77 જેટલા લોકો ઉચ્ચ જોખમની શ્રેણીમાં

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી કેરળ રાજ્ય નિહાપ વાયરસની ઝપેટમાં આવ્યું છે 2 લોકોની નિપાહ વાયરસથી મોતની પૃષ્ટિ થયા બાદ રાજ્ય સરકાર પણ એલર્ટ બની છે સાથે જ કેન્દ્રીય આરોગ્યની ટિમ પણ કેરળ પહોંચી સ્થિતિનો ત્યાગ મએળવ્યો છે આવી સ્થિતિમાં હાલ પણ રાજ્યમાં નિપાહ વાયરસનું જોખમ વઘતુ જ જોવા મળી રહ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગયા મંગળવારે આની પુષ્ટિ કરી હતી. જે પછી નિષ્ણાતોની એક ટીમ કેરળ મોકલવામાં આવી હતી જેથી રાજ્ય સરકારને સંક્રમણને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળમાં નિપાહ કેરળમાં નિપાહ સંક્રમણના કેસ વધતા જ જઈ રહ્યા છે. બે સંક્રમિત લોકોના મોત બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એલર્ટ પર છે. રાજ્યની 9 પંચાયતોના 58 વોર્ડને સંક્રમણના ફેલાવાને રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. કેરળના આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ 700માંથી લગભગ 77 લોકો ઉચ્ચ જોખમની શ્રેણીમાં જોવા મળ્યા છે જેણે આરોગ્ય તંત્ર અને સરકારની ચિંતામાં વઘારો કર્યો છે.

રાજ્ય સરકારે નિપાહથી સંક્રમિત લોકો માટે અનેક માર્ગદર્શિકા બનાવી છે. ઉચ્ચ જોખમ ધરાવતા નિપાહ દર્દીઓને તેમના ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મૃત્યુ પામેલા બે નિપાહ દર્દીઓના રૂટ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેથી લોકો તે રૂટનો બિલકુલ ઉપયોગ ન કરે. આ સાથે, નિપાહ વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કોઝિકોડમાં તહેવારો અને ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

બીજી તરફ, રાજ્ય સરકારે વાયરસના ફેલાવાને રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન અને પ્રતિબંધોની જાહેરાત કરી છે . જે બાદ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની યાદી પણ ચિંતાનો વિષય બની છે કારણ કે 700 લોકો દર્દીઓના સંપર્કમાં આવ્યા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે આ 700માંથી લગભગ 77 લોકો ઉચ્ચ જોખમની શ્રેણીમાં છે.

ભારતમાં નોંધાયેલા નિપાહ ચેપના જીનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે વાયરસનો તાણ બાંગ્લાદેશ અને મલેશિયામાં ફેલાયેલા તાણ જેવો જ છે ભારતીય વૈજ્ઞાનિકો ચેતવણીને બદલે સરકારો પાસેથી ગ્રાસરૂટ હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે નિપાહ વાયરસ દેશમાં ચામાચીડિયાથી મનુષ્યોમાં સંક્રમિત થઈ રહ્યો છે.