Site icon Revoi.in

 જ્યુરિખ ડાયમંડ લીગમાં નિરજ ચોપરાની ઉપલબ્ઘિઃ સિલ્વર મેડલ જીતી ફરી એખ વખત ચર્ચામાં

Social Share

દિલ્હીઃ દેશના જેવલિન થ્રોઅર સિતારા ગણાતા  નીરજ ચોપરા હાલ સતત ચરપ્ચામાં છે એક પછી એક ઉપલબ્ઘિઓ પોતાના નામે કરી રહ્યા છે ત્યારે તેમની કલગીમાં વઘુ એક મોરપંખ ઉમેરાયું છે. હવે નિરજ ચોપરા એ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીતીને આ નવી ઉપલબ્ઘિ મેળવી છે.

ઉલ્લેખનીય છે કે 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીત્યાના માત્ર ચાર દિવસ પછી, નીરજ ચોપરા 85.71 મીટર થ્રોના સૌજન્યથી 2023 ડાયમંડ લીગના ઝ્યુરિચ લેગમાં બીજા સ્થાને રહ્યો. ચેક રિપબ્લિકનો જેકબ વાડલેજ 85.86 મીટરના પ્રયાસ સાથે ટેબલમાં ટોચ પર રહ્યો હતો.

પ્રાપ્ત વિગહત પ્રમાણે નિરજ ચોપરા એ 85.71 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો. વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ માત્ર થોડા સેન્ટિમીટરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયા હતા. વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા ચેક રિપબ્લિકના જેકબ વાડલેચ 85.86 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા. નીરજ તેની પાછળ 15 સેન્ટિમીટર રહ્યો. દરમિયાન, ભારતના મુરલી શ્રીશંકર ઝુરિચ ડાયમંડ લીગની લાંબી કૂદ સ્પર્ધામાં પાંચમા સ્થાને રહ્યો.