Site icon Revoi.in

કડીમાં તિરંગા રેલી દરમિયાન નીતિન પટેલને દોડીને આવેલી ગાયે ઢીંચ મારતા ઢીંચણમાં ઈજા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તમામ નાના-મોટા શહેરોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. કડીમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી એવા નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તિરંગા યાત્રામાં એક ગાયે દોડી આવીને નીતિન પટેલને ઢીંચ મારતા તેમણે ઢીંચણમાં ઈજા થઈ હતી.

રાજ્યના અનેક વિસ્તારોમાં આ રીતે તિરંગા રેલી યોજાઈ ગઈ છે અને હજુ પણ ઉજવણી ચાલી રહી છે. મહેસાણાના કડીમાં પણ તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા રેલીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. તિરંગા રેલીમાં કડીના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. તિરંગા રેલી દરમિયાન રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લેતા તેમને ઢીંચણમાં ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સરવાર માટે હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને ડાબા પગના ઢીંચણમાં ક્રેક હોવાનું નિગાન કર્યુ હતુ. અને મહિનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ પણ આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે સવારે 10:30 વાગે કડીના કમળ સર્કલ પાસેથી હર ઘર તિરંગા યાત્રા નીકળી હતી. જેમા સાધુ-સંતો તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે રેલીનું પ્રસ્થાન થયું હતું. અને નીતિન પટેલની આગેવાનીમાં જ રેલી નીકળી હતી. કમળ સર્કલ, ગણેશ ચોક, વિજય ચોક, ગાંધી ચોક અને ટાવરથી અંદર થઈને શાકમાર્કેટ તરફ પહોંચી હતી. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. તે જ સમયે રસ્તામાંથી અચાનક એક ગાય દોડી આવી હતી. ગાયે નીતિન પટેલને ભેટુ મારતા તે પડી ગયા હતા. છતાં તેમણે હાથમાં રહેલો ધ્વજ છેક સુધી પડવા દીધો નહતો. પટેલને પગના ઢીંચણમાં ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગતો એવી છે કે, રાજ્યમાં ઠેર ઠેર હાલ તિરંગા રેલીનું આયોજન થઈ રહ્યુ છે. બીજી તરફ, ઘર ઘર તિરંગા અભિયાન પણ ચાલી રહ્યું છે અને પંદરમી ઓગસ્ટને હવે ગણતરીના જ કલાકો બચ્યા છે. ત્યારે  રાજ્યમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી હાલથી જ શરુ થઈ ચૂકી છે. આ દરમિયાન મહેસાણાના કડી વિસ્તારમાં પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તિરંગા રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી કરણપુર શાક માર્કેટ પાસે પહોંચી હતી. ત્યારે અહીં કેટલીક રખડતી ગાયો પણ નજરે પડી હતી. જેમાંથી એક રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ તેઓને પગના ઢીંચણમાં ઈજા પહોંચી હતી. એ પછી તાત્કાલિક ધોરણે નીતિન પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.. તેમને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિક આગેવાનો પણ તરત હોસ્પિટલે પહોંચ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા.