Site icon Revoi.in

યુક્રેનથી પરત ફરેલા MBBSના વિદ્યાર્થીઓને તેમની ઈન્ટર્નશીપ  ભારતમાં કરવાની NMC એ આપી મંજૂરી 

Social Share

દિલ્હીઃ- રશિયાએ જ્યારથી યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી ભારતના અનેક વિદ્યાર્થીઓને દેશ પરત લવાયા છે,ઉલ્લેખનીય છે કે ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે યુક્રેન જતા હોય છે,રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સંકટનો સામનો કરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. 

આ બાબકે જણાવાયું છે કે સ્ટેટ કાઉન્સિલ ધ્યાન રાખશે કે યુક્રેનથી ભારત આવેલા વિદ્યાર્થીઓએ NBE દ્વારા આયોજિત FMGE પરીક્ષા પાસ કરી છે. જો વિદ્યાર્થીઓ તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે, તો તેમને 12-મહિનાની ઇન્ટર્નશિપ માટે સ્ટેટ મેડિકલ કાઉન્સિલ દ્વારા વચગાળાની નોંધણી આપવામાં આવશે.

પ્રાપ્ત જણકારી પ્રમાણે નેશનલ મેડિકલ કમિશન એ એક પરિપત્ર જારી કરીને માહિતી આપી છે કે યુક્રેનથી પાછા આવતા વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ  પોતાની એક વર્ષની ઇન્ટર્નશીપ પૂર્ણ કરી શકશે. આ માટે, કોરોના મહામારી અથવા યુદ્ધના સમયે સ્થિતિ નિયંત્રણમાં ન હોવાનો કહીને આ નિર્ણય લેવાયો છે. NMCએ તેની સત્તાવાર વેબસાઇટ પર પણ આ પરિપત્ર જાહેર કર્યો છે.

એનએમસી એ આ મામલે અહેવાલ આપ્યો છે કે ઘણા મેડિકલ સ્નાતક વિદ્યાર્થીઓ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પોતાની ચાલુ ઇન્ટર્નશિપ પૂર્ણ કરી શક્યા નથી. આ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, ભારતમાં ઇન્ટર્નશિપ માટેની તેમની અરજીઓને પાત્ર ગણશે. આ નિર્ણથી એવા સેંકડો વિદ્યાર્થીઓને રાહત મળશે જેઓ આ કટોકટીના કારણે તેમના અભ્યાસક્રમો અધૂરા છોડીને ભારત પરત આવી ગયા છે.