Site icon Revoi.in

પડીકા પેક ગેસ સિલિન્ડર તો મળ્યું, પણ તેમાં ગેસ તો હતો જ નહી, જાણો તમામ વાત

Social Share

ગેસ સિલિન્ડરના ભાવ આમ તો વધી રહ્યા છે, દર થોડા સમયના અંતરે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળતો હોય છે ત્યારે એક વ્યક્તિ સાથે એવું બન્યું છે કે પેકિંગ થયેલો ગેસનું સિલિન્ડર ઘરે તો આવી ગયું પણ તેમાં ગેસ જ ન હતો. શહેરમાં એક કિસ્સો એવો સામે આવ્યો કે જેમાં પુરે પૂરો સિલિન્ડર ખાલી ગ્રાહકને પધરાવી દીધો. પછી શુ મામલો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ સુધી પહોંચ્યો.

જો તમારા ઘરે ગેસ સિલિન્ડર કનેક્શન હોય તો જરા વજન કરીને ગેસ સિલિન્ડર લેજો. કેમ કે અત્યાર સુધી તમે ગેસ સિલિન્ડરમાં કેટલાક પ્રમાણમાં ગેસ ઓછો આવતા હોવાનું સાંભળ્યું કે જોયું હશે.

આ કિસ્સો સામે આવ્યો દિલ્હી દરવાજા પાસે ભોંયવાળામાં રહેતા એક પરિવાર સાથે. પીડિત પરિવાર પોતાના ઘરે ગેસ સિલિન્ડર પુરો થવા આવતા સિલિન્ડર નોંધાવ્યો. જે નોંધાયેલ સિલિન્ડર તેમના ઘરે ડિલિવરી મેન આપવા પહોંચ્યો. પણ સીલ પેક ખાલી સિલિન્ડર કર્મચારી આપીને પધરાવી જતો રહ્યો. જે સિલિન્ડર ખાલી હોવાની જાણ થતાં ગ્રાહકે એજનસીમાં ફરિયાદ કરી. પણ ત્યાં યોગ્ય જવાબ નહિ મળતા ગ્રાહકએ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના દરવાજા ખખડાવ્યા.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું આ પ્રકારની ફરિયાદ કે જેમાં પૂરો ગેસ સિલિન્ડર ખાલી હોય તે આપ્યા હોવાની પહેલી ફરિયાદ મળી છે. તેઓએ અન્ય લોકોને પણ આ પ્રકાર નો ફરિયાદ કરવા પર 501 રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરીને ગ્રાહક જાગૃત બને અને તે છેતરાય નહિ તેમ જણાવ્યું.