Site icon Revoi.in

સંજય રાઉતને કોઈ રાહત નહીં,કોર્ટે 22 ઓગસ્ટ સુધી કસ્ટડી વધારી 

Social Share

મુંબઈ:પાત્રા ચાલ કૌભાંડમાં ED દ્વારા નિશાન બનાવવામાં આવી રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતને હાલ રાહત મળે તેમ લાગતું નથી.કોર્ટે રાઉતને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

આજે સંજય રાઉતની કસ્ટડીનો સમય પૂરો થઈ ગયો હતો, ત્યારબાદ તેને EDની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ પહેલા તેને 4 ઓગસ્ટે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ EDએ રાઉતની 8 ઓગસ્ટ સુધી કસ્ટડી મેળવી હતી.

રાઉતને 1 ઓગસ્ટના રોજ EDની સ્પેશિયલ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. EDએ તેની 8 દિવસની કસ્ટડી માંગી હતી.પરંતુ કોર્ટે તેને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 31 ઓગસ્ટની મધ્યરાત્રિએ એટલે કે 12 વાગ્યે પીએમએલએ હેઠળ સંજયની ધરપકડ દર્શાવી હતી.સંજયનો ભાઈ સુનીલ રાઉત બપોરે 12.30 વાગે ED ઓફિસ પહોંચ્યો હતો.બાદમાં સુનીલ તેની સાથે બેગ લઈને પાછો અંદર ગયો હતો.

સંજય રાઉતની ધરપકડ અંગે ભાઈ સુનીલ રાઉતે કહ્યું હતું કે,ED સંજય રાઉતથી ડરે છે તેથી તેની ધરપકડ કરી છે.સુનીલે કહ્યું હતું કે,નકલી દસ્તાવેજોની મદદથી સંજય રાઉતને પાત્રા ચાલ સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.તેમનો અવાજ દબાવવા માટે જ આ ધરપકડ કરવામાં આવી છે.