Site icon Revoi.in

બાંગ્લાદેશમાં નોબલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસને કેદની સજા

Social Share

ઢાકા: બાંગ્લાદેશમાં નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસને સોમવારે દેશના શ્રમ કાયદાઓના ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. પ્રોસિક્યૂટર ખુર્શિદ આલમ ખાને કહ્યુ છે કે પ્રોફેસર યૂનુસ અને તેમના ત્રણ ગ્રામીણ ટેલિકોમ સહયોગીઓને શ્રમ કાયદાઓ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને 6 માસની કેદની સજા ફટકારાય છે. તેમણે કહ્યુ છે કે અપીલ વિલંબિત રહેવા સુધી ચારેયને તાત્કાલિક જામીન આપવામાં આવી છે.

આ મામલાને રાજકીય રીતે પ્રેરીત ગણાવીને પ્રચારીત કરવામાં આવ્યો છે. 83 વર્ષીય મુહમ્મદ યૂનુસને પોતાની માઈક્રોફાયનાન્સ બેંક સાથે લાખો લોકોને ગરીબીથી બહાર નીકળવાની ક્રેડિટ આપવામાં આવે છે. પરંતુ વડાંપ્રધાન શેખ હસીના સાથે તેમના સંબંધો સારા રહ્યા નથી. શેખ હસીના તેમની ઉપર ગરીબોનું લોહી ચુસવાનો આરોપ લગાવતા રહ્યા છે.

શેખ હસીનાએ આંતરરાષ્ટ્રીય સ્તર પર સમ્માનિત 2006ના નોબલ શાંતિ પુરસ્કાર વિજેતાની વિરુદ્ધ ઘણાં તીખા વાકપ્રહારો કર્યા છે. અર્થશાસ્ત્રી યૂનુસ અને તેમના દ્વારા સ્થાપિત કંપનીઓમાંથી એક ગ્રામીણ ટેલિકોમના ત્રણ સહયોગીઓ પર શ્રમ કાયદાનો ભંગ કરવાનો આરોપ છે. જો કે તેઓ આનાથી ઈન્કાર કરી રહ્યા નથી. મુહમ્મદ યૂનુસ માટે બરાક ઓબામા સહીત ઘણાં નોબલ વિજેતાએ સમર્થન વ્યક્ત કર્યું છે.

જ્યારે મુહમ્મદ યૂનુસ સપ્ટેમ્બરમાં સુનાવણી માટે ગયા તો એમનેસ્ટી ઈન્ટરનેશનલે સરકાર પર શ્રમ કાયદાઓને હથિયાર બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમા કહેવામાં આવ્યું હતુ કે યૂનુસ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી રાજકારણથી પ્રેરીત છે.