Site icon Revoi.in

નોઈડાઃ ગેરકાયદે વસવાટ કરતા 15 ચાઈનીઝ નાગરિકોની પોલીસે અટકાયત કરી

Social Share

લખનૌઃ નોઈડા પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા ચીનના 15 નાગરિકોને ઝડપી લીધા હતા અને તેમને દિલ્હીના ડિટેન્શન સેન્ટરમાં મોકલ્યા હતા. કસ્ટડીમાં લેવામાં આવેલા 15 લોકોમાં એક મહિલા છે. ડિટેન્શન સેન્ટરમાંથી તમામને ચીન મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જિલ્લાના લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU)ની ટીમને માહિતી મળી હતી કે, ચીનના આવા નાગરિકો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહે છે જેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે.

પોલીસ અને LIUએ ઝુંબેશ હાથ ધરીને બીટા-2 કોતવાલી વિસ્તારમાંથી બે, સેક્ટર-113 કોતવાલી વિસ્તારમાંથી ત્રણ, સેક્ટર-49 કોતવાલી વિસ્તારમાંથી એક, ફેઝ-2 કોતવાલી વિસ્તારમાંથી છ અને સેક્ટર-142 કોતવાલી વિસ્તારમાંથી ત્રણને ઝડપી લીધા હતા. કસ્ટડીમાં અટકાયત કરાયેલા તમામ આરોપીઓના વિઝાની મુદત એક વર્ષ પહેલા પૂરી થઈ ગઈ હતી.

વિઝાની મુદત પૂરી થયા બાદ તમામ નોઈડા અને ગ્રેટર નોઈડામાં અલગ-અલગ કંપનીઓમાં કામ કરતા હતા. અટકાયત કરાયેલા ચાઈનીઝ નાગરિકોની ઓળખ ચેન યુંગાંગ, લિયુ કિડા, લી પેંગક્સુઆન, યુ યોંગફાન, લિયુ હી, કુઈ જિંગઝેન, વાંગ જુનરાંગ, હોંગ ઝુક્સિંગ, ડેંગ જિયાક્વાન, લિયુ બિંગબિયાઓ, લિયુ જિઆંગબો, ઝાંગ લિયાંગ, વુ કાંગ, શિયાઓ ફેઈ અને જિઆંગગુઓ તરીકે થઈ છે.

નેપાળ બોર્ડર પરથી વિદેશી નાગરિકો ઝડપાયા બાદ જૂનમાં બિહારના સીતામઢી પાસે નેપાળ બોર્ડર પરથી બે ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. બંને પાસે વિઝા નહોતા. જ્યારે પકડાયો ત્યારે તેણે ગ્રેટર નોઈડામાં રહેવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે નોઈડા કમિશનરેટ પોલીસની બેદરકારી પર સવાલ ઉઠ્યા છે.

નોઈડા કમિશ્નરેટ પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા ચીનના નાગરિકો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત અનેક વિદેશીઓ ઝડપાયા હતા. આ અભિયાન હજુ પણ ચાલુ છે. આ અભિયાન હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા 15 ચીની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.

(PHOTO-FILE)