Site icon Revoi.in

બિન સચિવાલય કારકુનની પરીક્ષા યોજના સરકારને મૂહુર્ત મળ્યું, હવે 24મી એપ્રિલે પરીક્ષા લેવાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વિવિધ ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લિકકાંડને લીધે સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી. જેમાં બિન સચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર ફુટી જતાં સરકારને પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. લાકો પરીક્ષાર્થીઓ પરીક્ષાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે આગામી તા. 24મી એપ્રીલથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિવાદોમાં આવેલી બિનસચિવાયલ પરીક્ષાની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. 24 એપ્રિલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે. ગૌણસેવા પસંદગી મંડળે જાહેરાત કરીને હતી કે, મોકૂફ રખાયેલી બિનસચિવાલય પરીક્ષા હવે 24 એપ્રિલે લેવાશે. ઉલ્લેખનીય છે કે, 50 દિવસ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બે વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ ઉઠી હતી. ત્યારે GADના એક અધિકારીએ  જણાવ્યુ હતું કે, 2 મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. 15-20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતાં વિદ્યાર્થીઓ નિરાશા વ્યાપી ગઈ છે. પરીક્ષાઓ વારંવાર મોકૂફ થવાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ પડી ભાંગે છે. તૈયારી કરીને જ્યારે જ્યાર એક્ઝામ આપવાની તારીખ નજીક આવે છે, ત્યારે જ કોઈને કોઈ કારણોસર પરીક્ષા મોકૂફ થાય છે. 4 વર્ષમાં ત્રીજી વાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ત્યારે તાત્કાલિક પરીક્ષા જાહેર થાય તેવી ઉમેદવારોએ માંગ કરી છે. 13 ફેબ્રુઆરીએ રવિવારે પરીક્ષા યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.   આ અગાઉ GADના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે કહ્યુ કે, 2 મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. 15-20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે. 13 ફેબ્રુઆરી યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે હવે 2 મહિનામાં ફરી પરીક્ષા યોજાશે.