1. Home
  2. Tag "Examination"

CBSE: ધો-9 થી 12 માટે ઓપન બુક પરીક્ષા લેવાનું આયોજન કરાશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-CBSE આ વર્ષના અંતમાં વર્ગ 9 થી 12 માટે પસંદગીની શાળાઓમાં પ્રાયોગિક ધોરણે ઓપન બુક પરીક્ષાઓ યોજવાનું આયોજન કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોર્ડ ધોરણ 9 અને 10 માટે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં અને ધોરણ 11 અને 12 માટે અંગ્રેજી, ગણિત અને જીવવિજ્ઞાનના વિષયોમાં પસંદગીની શાળાઓમાં […]

ગુજરાતઃ તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષાને લઈને ગુપ્તચર તંત્ર એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં 7 મેના રોજ આયોજીત તલાટીની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરકારી ભરતીની પરીક્ષામાં ગેરરીતીને અટકાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ ગુપ્તચર એજન્સી સક્રીય બની છે. GPSSBના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા માટે તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરાઈ છે. પરીક્ષામાં ગેરરીતી ન થાય […]

ગુજરાતની ચરોતર યુનિવર્સિટીની અનોખી પહેલ, પરીક્ષામાં પેપરલેસ સિસ્ટમનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્ય સરકાર તથા વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પેપરલેસ કામગીરી તરફ આગળ બધી રહી છે, હવે આ અભિયાનમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આણંદ જિલ્લાની એક યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષા પેપરલેસ સિસ્ટમના આધારે લેવામાં આવી રહી છે. આ સિસ્ટમથી પેપરનો બચાવ થશે અને પર્યાવરણનું […]

તલાટી-મંત્રીની 3437 જગ્યા માટે 7મી મેના રોજ પરીક્ષા, જડબેસાલક વ્યવસ્થા ગોઠવાશે

અમદાવાદ:  ગુજરાતમાં તલાટી-મંત્રીની ખાલી પડેલી 3437 જગ્યાઓ માટે આશરે આઠ લાખ જેટલા ઉમેદવારો 7મી મેના રોજ પરીક્ષા આપશે. ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર માટે પણ આ પરીક્ષાનું સુપેરે આયોજન કરવું એ એક કસોટીરૂપ બની ગયું છે. આજે બપોરે 1 વાગ્યાથી તલાટીની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ […]

ગુજરાતમાં આગામી 30મી એપ્રિલે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવાનું આયોજન

અમદાવાદઃ રાજ્યમાં આવતીકાલે રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. નવ લાખથી વધારે ઉમેદવારો આવતીકાલે પરીક્ષા આપશે. દરમિયાન તલાટી કમ મંત્રીની પરીક્ષા તા. 30ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની તૈયારીઓ શરૂ કરીને ઉચ્ચ અધિકારીઓને જરુરી સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આવતીકાલે રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આગામી જૂન મહિનામાં પરિણામ જાહેર કરવામાં […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાલે બુધવારથી વિવિધ ફેકલ્ટીઝ, બ્રાન્ચોની પરીક્ષાઓનો પ્રારંભ

રાજકોટઃ શાળા-કોલેજોમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણરીતે સંપન્ન થયા બાદ શાળાઓમાં હાલ ધોરણ 3થી 8ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે 5 એપ્રિલને બુધવારથી વિવિધ ફેકલ્ટીઝ અને બ્રાન્ચોની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષાઓ  51 કોર્ષના 51,184 વિદ્યાર્થીઓ આપશે. […]

ધો.10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં જ હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાની પરીક્ષાનો પ્રારંભ થશે

રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાનો પ્રારંભ થશે.જેમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ આગામી તા. 3જી એપ્રિલને સોમવારથી થશે.  રાજકોટ જિલ્લામાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે પરીક્ષા 20 એપ્રિલ સુધી ચાલશે. રાજકોટના […]

ગુજરાતમાં એન્જિનિરિંગ અને ફાર્મસીના પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા 3જી એપ્રિલે લેવાશે

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી એન્જિનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટની પરીક્ષા આગામી તારીખ 3જી, એપ્રિલ-2023, સોમવારના રોજ લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા જિલ્લાકક્ષાની શાળાઓમાં કેન્દ્રો ઉભા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી એન્જિનીયરીંગ અને […]

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓમાં ચોરી કરતાં 196 વિદ્યાર્થીઓ પકડાયાં

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીસીએ, બીબીએ સહિતની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કુલ 196 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ જે તે વિષયમાં કોપી કરતા પકડાયા તેના માર્ક શૂન્ય કરાયા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના પરિણામો  રદ કરવામાં આવ્યા હતા.  ચોરી કરતા પકડાયેલા 196 પૈકી 20 ટકા એટલે […]

ચિલ્ડ્રન યુનિ.માં પરીક્ષા ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ હાજર રહેવાના આદેશ સામે અસંતોષ

ગાંધીનગરઃ ચિલ્ડ્રન યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. સત્તાધિશોના નિર્ણયોને કારણે વિવાદ થતો હોય છે. હાલ યુનિવર્સિટીની કેટલીક વિદ્યાશાખાઓની પરીક્ષાઓ ચાલી રહી છે. એટલે પરીક્ષા ન હોય તેવા વિદ્યાર્થીઓને હાજરી માટે આવવાની ફરજ પાડીને લાયબ્રેરી કે ખાલી વર્ગખંડમાં બેસાડી રખાતા હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જમાવ્યા મુજબ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલતી હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code