1. Home
  2. Tag "Examination"

ગુજરાત યુનિવર્સિટીની મેડિકલ વિદ્યાશાખાની દ્વિતિય વર્ષની પરીક્ષા હવે 23મી ડિસેમ્બરથી લેવાશે

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજોમાં બીજા વર્ષની પરીક્ષા આગામી 2 ડિસેમ્બરથી શરૂ થવાની હતી. આ પરીક્ષા પાછળ લઇ જવા માટે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. જેથી યુનિવર્સિટી દ્વારા 2 ડિસેમ્બરે શરૂ થનારી પરીક્ષા 23મી ડિસેમ્બરથી લેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સિવાય અન્ય પેરા મેડિકલની પરીક્ષાઓ પણ 9મી ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ,બી.કોમ સહિત 40 જેટલા કોર્ષની 13મી ડિસેમ્બરથી પરીક્ષા લેવાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ  તા. 13મીથી  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ થશે.  બી.એ., બી.કોમ. સહિત જુદા જુદા 40 જેટલા કોર્સની પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાશે. આ પરીક્ષામાં એક દિવસમાં બે પેપર લેવાશે જેમાં સવારે 9.30થી 12 કલાક દરમિયાન પહેલા સેશનની પરીક્ષા અને બપોરે 2.30થી 5 […]

ગુજરાત યુનિવર્સિટીની કોઇપણ પરીક્ષામાં હવે જનરલ નહીં પણ ઈન્ટરનલ ઓપ્શન અપાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડીકેટની બેઠક મળી હતી. જેમાં એકેડેમિક કાઉન્સિલમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે  આપેલા જનરલ ઓપ્શન હવે પછી બંધ કરીને બે વર્ષ પહેલા જે પદ્ધતિ હતી તે પ્રમાણે 70 માર્કસ અને ઇન્ટરનલ ઓપ્શન આપવામા આવશે. એટલે કે અત્યાર સુધી એક્સટર્નલ ઓપ્શન આપવામાં આવતું હતુ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016 અને 2019માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવાશે

રાજકોટઃ 2016 અને 2019 માં લેવાયેલી પરીક્ષાઓમાં નાપાસ થયેલા જૂના કોર્ષના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ ત્રણ ઓગસ્ટથી ખાસ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જુના કોર્સના 20458 વિદ્યાર્થીઓ થાય છે. સાથોસાથ તારીખ 5 થી તારીખ 10 ઓગસ્ટ સુધી બી.એડ સેમેસ્ટર 2 […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હવે લાઈવ જોઈ શકાશે, પ્રશ્નપત્રમાં દરેક કોલેજનો QR કોડ મુકાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે પરીક્ષાને વધુ પારદર્શી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોતાની વેબસાઈટ પર દરેક પરીક્ષા કેન્દ્રનું લાઈવ પ્રસારણ મૂકવામાં આવશે. જે પરીક્ષા કેન્દ્રના લાઈવ CCTV કોઈ પણ નિહાળી શકશે. આ સુવિધા યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની હાજરીમાં લાઇવ કરી ખુલ્લી મુકવામાં આવી હતી. […]

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સેવા-2ની જાહેર પરીક્ષા માટે માન્ય ગણવા રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોને વર્ષો બાદ પણ બઢતી મળતી હોતી નથી. ઘણા શિક્ષકો ક્વોલીફાઈડ હોય છે. પીટીસી સાથે સ્નાતકનો કે અનુસ્નાતકનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હોય છે. છતાં શિક્ષણ વિભાગની ખાલી જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકતા નથી. આથી શિક્ષણ સેવા વર્ગ-2 અને રાજ્ય પરીક્ષા બોર્ડ સેવા વર્ગ-3ની પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકોને માન્ય ગણવાની માંગણી […]

રાજ્યમાં બીન સચિવાલય કલાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન, પ્રશ્નપત્ર સહેલુ લાગતા પરીક્ષાર્થીઓ ખૂશ

અમદાવાદઃ રાજ્યભરમાં રવિવારે યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. લાખો વિદ્યાર્થીઓએ શહેરોના જુદા જુદા કેન્દ્રો પરથી પરીક્ષા આપી હતી. અગાઉ ત્રણ વખત મુલત્વી રહેલી આ પરીક્ષા આ વખતે પણ મુલત્વી ન રહે એવો પરીક્ષાર્થીઓમાં ડર જોવા મળ્યો હતો.જો કે આ વખતે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. કોચિંગક્લાસ પર પણ નજર રાખવામાં આવી […]

ભાવનગર યુનિવર્સિટીની સ્નાતક-અનુસ્નાતકની પરીક્ષાનો કાલે સોમવારથી પ્રારંભ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આવતી કાલે 21 માર્ચને સોમવારથી શરૂ થનારી સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-4 તથા 6 અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-4, બીએડ (એચઆઇ) સેમેસ્ટર-4, ડિપ્લોમા ઇન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સેમેસ્ટર-4ની પરીક્ષા સ્થાનિકના 12 સેન્ટર પર અને બહારગામના 17 સેન્ટર પર લેવામાં આવશે. આ પરીક્ષા ત્રણ સેશનમાં લેવાશે. જેમાં સવારે 8થી 10.30, સવારે 11.30થી […]

ગુજરાતની જેલોમાં સજા કાપી રહેલા 122 કેદીઓ ધો. 10 અને 12ની પરીક્ષા આપશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 28મી માર્ચથી લેવાનારી  ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાર્થીઓ માટે કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ધો. 10 અને 12ની પરીક્ષા રાજ્યભરમાંથી 122 જેટલા જેલના કેદીઓ પણ આપવાના છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા […]

ધો- 10 અને 12ની તા. 28મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે બોર્ડ દ્વારા ફ્રી ટ્રોલ નંબર શરૂ કરાયો

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 28મી માર્ચથી લેવાનારી ધો. 10 અને 12ની પરીક્ષા માટે ટ્રોલ ફ્રી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર પર કોલ કરવાથી વિદ્યાર્થીઓને મંઝૂવતા કોઈ પણ સવાલનો જવાબ મળી શકશે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code