અમદાવાદ, 14 ઓગસ્ટ, 2026 : fraud involving fake websites of religious sites. સાબર માફિયાઓ અવનવી તરકીબો અપનાવીને લોકો સાથે ફ્રોડ કરતા હોય છે. હવે તો જાણીતા યાત્રાધામ અને મંદિરોની વેબસાઈટની નકલ કરીને આબેહુબ વેબસાઈટ બનાવીને હોટલ, ધર્મશાળા, કે ગેસ્ટહાઉસના બુકિંગના નામે લોકો સાથે છેતરપિંડીના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે ગુજરાતના 41 સહિત દેશના 11 રાજ્યોના વિવિધ ધાર્મિક પ્રવાસન સ્થળોની હોટલ, ધર્મશાળા, આશ્રમની 126 બોગસ વેબસાઈટ બનાવી લોકોને ખંખેરતા બે શખસોને પોલીસે દબોચી લીધા છે.
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં પકડાયેલા બન્ને આરોપીઓએ અત્યાર સુધીમાં દેશભરના 21,985 લોકો સાથે છેતરપિંડી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપીઓ AIની મદદથી વિવિધ પ્રવાસન સ્થળના ફોટોનો ઉપયોગ કરીને બોગસ વેબસાઈટ બનાવતા અને પ્રવાસીઓ પાસેથી એડવાન્સ બુકિંગના નામે ડીપોઝીટ મેળવી છેતરપિંડી કરતા હતા,
પોલીસની તપાસ દરમિયાન એવી હકિકત જાણવા મળી છે કે, ગુજરાત સહિત 11 રાજ્યોની 126 બોગસ વેબસાઈટ બનાવી’તી આ સ્કેમનો માસ્ટરમાઈન્ડ વિકી ગુપ્તા છે, જે બીટેકની ડિગ્રી ધરાવતો હોય ટેક્નિકલ નોલેજનો ઉપયોગ કરી ગુજરાતના 41 સહિત અલગ અલગ 11 રાજ્યોના પ્રખ્યાત ધાર્મિક પ્રવાસન સ્થળોની બોગસ વેબસાઈટો તૈયાર કરી હતી. આરોપીઓ દેશના વિવિધ ધાર્મિક સ્થળો પર આવેલી હોટલ, ધર્મશાળા, આશ્રમની વેબસાઈટ જેવી જ AI ફોટોની મદદથી વેબસાઈટ તૈયાર કરતા હતા. પ્રવાસી જ્યારે રૂમ બુકીંગ માટે સંપર્ક કરે ત્યારે એડવાન્સ બુકીંગ માટે પૈસા મેળવી લેતા. પ્રવાસી જ્યારે હોટલ કે ધર્મશાળા પર પહોંચે ત્યારે તેઓને છેતરાયાનું માલૂમ પડતું હતું
આરોપીઓની પૂછપરછમાં અને તપાસમાં દેશભરના 21,985 લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે. બોગસ વેબસાઈટથી છેતરપિંડીની કૂલ 70 ફરિયાદો નોંધાઈ છે. ઠગ ટોળકી છેલ્લા 8 મહિનાથી આ રીતે લોકોને ખંખેરતા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ 126થી વધુ બોગસ વેબસાઈટ કોણે ખરીદી હતી, તેનો ઉપયોગ અન્ય કોણ કરતું હતું અને આ નેટવર્કમાં હજુ કેટલા લોકો સંકળાયેલા છે. આ માટે પોલીસની ટીમો ગુજરાત બહાર પણ તપાસ કરી રહી છે.

