1. Home
  2. Tag "Examination"

બિન સચિવાલય કારકુનની પરીક્ષા યોજના સરકારને મૂહુર્ત મળ્યું, હવે 24મી એપ્રિલે પરીક્ષા લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં વિવિધ ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લિકકાંડને લીધે સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી. જેમાં બિન સચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર ફુટી જતાં સરકારને પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. લાકો પરીક્ષાર્થીઓ પરીક્ષાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે આગામી તા. 24મી એપ્રીલથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

PSIની ભરતી માટેની પ્રિલિમનરી પરીક્ષા 6 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવાશે,

અમદાવાદઃ રાજ્યના યુવાનોમાં પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માટેનો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. એમાંયે પીએસઆઈની મોભાદાર નોકરી મેળવવાનું યુવકોમાં એક સ્વપ્ન હોય છે. તાજેતરમાં પીએસઆઈની ભરતી માટેની શારિરીક કસોટી લેવામાં આવી હતી. તેનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું. હવે બીજા તબક્કાની પ્રિલિમ પરીક્ષા આગામી તા. 6ઠી માર્ચના રોજ લેવામાં આવશે. સૂત્રોના […]

ભાવનગર જિલ્લામાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વાંચનાલયો બનાવાશે

ભાવનગરઃ જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની નોકરી માટે બહાર પડાયેલી જુદી જુદી જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે.સરકારી નોકરીઓ માટે હાલમાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી રહે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ લાયબ્રેરીના અભાવે તૈયારી કરી શકતા નથી અને ગ્રામ્યના લોકો પણ વાંચનનો શોખ પુરો કરી શકતા નથી. જેથી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અને ગ્રામ્યજનોની […]

ગુજરાત યુનિવર્સિટીમાં LLM ની પરીક્ષાનો પ્રારંભ, 219 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે, ઓફલાઈન પરીક્ષા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી એલએલએમ સેમેસ્ટર-3ની પરીક્ષા શરૂ થઈ રહી છે. કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ હતી. જેથી પરીક્ષા પણ એક મહિના કરતા વધુ સમય મોડી યોજાઈ રહી છે.  આજે અલગ અલગ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એલએલએમ બાદ અલગ અલગ સ્ટ્રીમમાં સેમેસ્ટર -1 ની પરીક્ષા પણ ઓનલાઇન અને ઓફલાઇન વિકલ્પ સાથે […]

PSIની પ્રીલિમીનરી પરીક્ષા 6ઠ્ઠી માર્ચના રોજ લેવાશે, 2.50 લાખ ઉમેદવારો કસોટી આપશે

અમદાવાદઃ યુવાનોમાં પોલીસમાં ભરતી થવાનો સૌથી વધુ ક્રેઝ જોવા મળ્યો છે. પોલીસમાં ભરતી થવા માટે શારિરીક કસોટીમાં ઉતિર્ણ થવા માટે આ વખતે યુવાનોએ ભારે મહેનત કરી હતી. ગામેગામ દોડ માટે યુવાનો પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. PSI અને LRD માટેની શારીરિક કસોટી હાલ 29મી જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ. જ્યારે હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા […]

ગુજરાત યુનિવર્સિટીએ LLM સેમેસ્ટર-3ની પરીક્ષાના 4 દિવસ પહેલા જાણ કરાઈ, પરીક્ષા પાછી ઠેલવા માગ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઘણીબધી યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ પણ પાછો ઠેલ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 1લી ફેબ્રુઆરીથી એલએલએમ સેમેસ્ટર-3ની પરીક્ષા શરૂ થશે. પરીક્ષા માટે ગુજરાત યુનિવર્સિટીએ 27 જાન્યુઆરીએ જ પરિપત્ર દ્વારા જાણ કરી છે.પરીક્ષાના 4 દિવસ અગાઉ જ પરીક્ષા અંગે જાણ […]

રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીની પરીક્ષામાં ગેરરીતીનો પર્દાફાશઃ રૂ. 1.22 કરોડમાં પેપર ફુટ્યાંનો આરોપ

જયપુરઃ રાજસ્થાનમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (આરઈઈટી એક્સાઝમ 2021)ના પેપર પ્રકરણમાં એસઓજીએ એક ગેંગનો પર્દાફશ કર્યો છે. સરકારી ઓફિસમાંથી કેવી રીતે પેપર કેવી રીતે બહાર આવ્યું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. રાજસ્થાન સરકારના જયપુર સ્થિત શિક્ષા સંકુલમાં પેપર સંગ્રહણ કેન્દ્રમાં 24મી સપ્ટેમ્બમાંથી પેપર ફોટવામાં આવ્યું હતું. પેપર લીક કરનારી ગેંગના ઉદારામ અને […]

ગુજરાત હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવી રજાને દિવસે સુનાવણી યોજી કોન્સ્ટેબલને જામીન આપ્યા

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે પણ સુનાવણી કરીને જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈની પરીક્ષા આપવા માટે જામીન મંજુર કર્યા હતા. ન્યાયતંત્ર માટે એક ઉત્તમ અને આદર્શ ઉદાહરણ સાબિત થાય તેવી ઘટના સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં શનિવારે રજા હોવાથી કોર્ટની કાર્યવાહી બંધ રહેતી હોય છે. પરંતુ હાઈકોર્ટે એક ઉમેદવારનું ભવિષ્ય ન બગડે તે માટે રજાના […]

ગુજરાત માધ્યમિક અને ઉ.મા. બોર્ડે ધો.10,12ની પરીક્ષા લીધી નથી એટલે ફી પાછી આપોઃ વાલી મંડળ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે ગત વર્ષે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા લઈ શકાઈ નહતી. પણ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. અને પરિણામ બાદ જે વિદ્યાર્થીઓને પરિણામમાં અસંતોષ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં પણ આવી હતી. હવે વાલી મંડળે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી વ્યાજ સહિત પરત કરવાની માગણી કરી હતી. પરંતુ બોર્ડે નિર્ણય લીધો છે […]

ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંયા કરો ચેક

અમદાવાદઃ ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગમાં નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2ની સીધી ભરતી માટે સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આવી જ રીતે માહિતી નિયામક કચેરીમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-1ની સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર નાયબ માહિતી નિયામક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code