Homerevoinewsએનસીસીના વિવિધ એકમો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યાં

એનસીસીના વિવિધ એકમો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યાં

  • બીજી ઑક્ટોબરે NCCનાં વિવિધ યુનિટ દ્વારા વ્યાપક સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને જાગૃતિ કાર્યક્રમોનું સશક્ત આયોજન

ગાંધીનગર, 2 ઑક્ટોબર, 2026 – Cleanliness drives બીજી ઑક્ટોબરના વિશેષ અવસરે ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘સ્વચ્છતા ભારત દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે નેશનલ ક્રેડેટ કોર્પ્સ (NCC) ની વિવિધ યુનિટો દ્વારા સામાજિક જવાબદારી અને સામુદાયિક સેવાને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

1 જીસીટીઆર (Gujarat Composite Technical Regiment) ના કેડેટ્સ અને જવાનો દ્વારા આસપાસના વિસ્તારોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા માટે વિશેષ શ્રમદાન ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ સાથે પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, કેડેટ્સ અને નાગરિકોમાં સત્ય, અહિંસા અને નાગરિક ફરજો જેવા ઉત્કૃષ્ટ મૂલ્યોને દૈનિક જીવનમાં અપનાવવા પ્રેરિત કરતું એક જાગૃતિ સત્ર પણ આયોજિત કરવામાં આવ્યું હતું.

બીજી તરફ, 9 (ગુજરાત) નેવલ યુનિટ NCC, નવસારીના કેડેટ્સે નવસારી, દમણ અને વાપીના વિવિધ સ્થળોએ સ્વચ્છતા અને જાહેર જાગૃતિ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેડેટ્સે શ્રમદાન અને સ્વચ્છતા અભિયાન ચલાવવાની સાથે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા, આરોગ્યપ્રદતા અને નાગરિક જવાબદારીનો સંદેશ આપવા માટે શેરી નાટકો (નુક્કડ નાટક) રજૂ કર્યા હતા.

બંને યુનિટોના કેડેટ્સની આ સક્રિય અને ઉત્સાહપૂર્ણ ભાગીદારીએ એનસીસીના શિસ્ત, સમાજ સેવા અને જવાબદાર નાગરિકત્વના આદર્શોને ચરિાર્થ કરીને નાગરિકોને સ્વચ્છતા અને સક્રિય નાગરિક ધર્મ પાળવા માટે પ્રેરિત કર્યા હતા.

આ પણ વાંચોઃ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર ખાતે રક્તદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular