ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 : Deliberations on various topics took place at the ‘Developed Gujarat Summit ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વધુ સ્પર્ધાત્મક અને નવીન ટેકનોલોજી થકી વિકસિત બનાવવાના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ‘વિકસિત ગુજરાત સમિટ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ’થી વિકાસની રાજનીતિ અને વિકાસની બહુ સરળ સમજ આપી છે. ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ એટલે આર્થિક વિકાસ સહિત સર્વાંગી વિકાસનું એવું વિઝન જેમાં દરેક નાગરિકને સમાન તક, ક્વોલિટી લાઈફ અને બ્રાઈટ ફ્યુચર-ઉજ્જવળ ભવિષ્ય મળી રહે.
મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાનએ નાનામાં નાના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવા માટે ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ નો કાર્યમંત્ર આપ્યો છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ માત્ર આંકડાઓમાં નહીં, પરંતુ દરેક નાગરિકના જીવનની ગુણવત્તામાં દેખાય છે. ‘વિકસિત ગુજરાત’ આજે દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસનું રોલ મોડેલ બન્યું છે, તેની પાછળ વડાપ્રધાનનો અવિરત પુરુષાર્થ અને પ્રેરણા છે. દેશનું મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને રિન્યુએબલ એનર્જી ગ્રીન ગ્રોથનું લીડર ગુજરાત હવે ટેકનોલોજી સેક્ટરમાં પણ આગળ વધી રહ્યું છે:
સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત અને દેશને વિકાસની નવી દિશા આપી છે. એક સમય હતો જ્યારે સ્પેસ ક્ષેત્રે માત્ર ઈસરો- ISRO જ કામ કરતું હતું. જ્યારે હવે લગભગ ૫૦ જેટલા સ્ટાર્ટઅપ્સે પોતાના પ્રોટોટાઈપ રજૂ કર્યા છે.આપણા માટે આનંદની વાત છે કે તેમાંથી મોટાભાગના સ્ટાર્ટઅપ્સે વેંચર ફંડ્સ સાથે ટાઈ-અપ કરી લીધું છે અને પેટન્ટ પણ મેળવી લીધી છે.
આ પ્રસંગે ડેનમાર્કના રાજદૂત એચ.ઈ. રાસ્મસ અબિલ્ડગાર્ડ ક્રિસ્ટનસેનએ ગુજરાતની મુલાકાતથી આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં સૌર ઊર્જા, પવન ઊર્જા અને બેટરી સ્ટોરેજના એકીકૃત ઉપયોગ તથા તેની વિશાળ ક્ષમતા ખૂબ અદ્ભુત છે. આ પ્રોજેક્ટ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે સ્વચ્છ ઊર્જાના ભવિષ્યને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે.


