નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2026: Death Anniversary of Lokmata Ahilyabai Holkar ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સમાજ સુધારક અહલ્યાબાઈ હોલકરને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે, અહલ્યાબાઈ હોલકરે વારસાના સંરક્ષણ અને જીર્ણોદ્ધારમાં મંદિરોના નવીનીકરણ અને પુનઃનિર્માણથી લઈને તીર્થસ્થાનોના વિકાસ સુધી અતુલનીય યોગદાન આપ્યું હતું.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અહલ્યાબાઈ હોલકરે મહિલા શિક્ષણ અને વિધવા પુનર્લગ્નને પ્રોત્સાહન આપીને મહિલાઓને સશક્ત બનાવી લોકકલ્યાણ, ન્યાય અને સુશાસનનું આદર્શ સ્થાપિત કર્યું હતું.
રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે અહલ્યાબાઈ હોલકરે જન-કેન્દ્રિત શાસન, અદમ્ય સાહસ અને કાર્યક્ષમ વહીવટનું અસાધારણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજનાથ સિંહે નોંધ્યું હતું કે તેમણે સમાજના વંચિત અને આદિવાસી સમુદાયોની આજીવિકા અને કલ્યાણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં હતાં. રક્ષામંત્રીએ કહ્યું કે તેમનું જીવન ન્યાય, સુશાસન, મહિલા સશક્તિકરણ, જનકલ્યાણ અને ભારતના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની એક પ્રેરણાદાયી ગાથા છે.
વધુ વાંચો: બલૂચિસ્તાનના સુરાબ જિલ્લામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 30થી વધુ નાગરિકોના મોત

