Homeગુજરાતીનાંદેડ ગુરુદ્વારામાં શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર હુમલો

નાંદેડ ગુરુદ્વારામાં શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર હુમલો

મુંબઈ, 13 ઓગસ્ટ 2026: મહારાષ્ટ્રના નાંદેડમાં પંજાબના પૂર્વ સીએમ અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ ઉપર હુમલાની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. એક નિહંગ દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં સુખબીર સિંહ બાદલ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને હુમલાખોરને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નાંદેડ ખાતે આવેલા ગુરુદ્વારા માતા સાહિબ કૌરમાં માથું ટેકવા ગયેલા શિરોમણિ અકાલી દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ગુરુદ્વારાની અંદર એક નિહંગ દ્વારા કૃપાણ વડે સુખબીર સિંહ બાદલ અને તેમના સુરક્ષાકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. કોઈ બાબતને લઈને બોલાચાલી થયા બાદ અચાનક આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સુખબીર સિંહ બાદલના હાથમાં ઈજા પહોંચી છે. હુમલાની આ ઘટના બાદ તુરંત જ તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ સમગ્ર ઘટના સંદર્ભે નાંદેડ પોલીસે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર નાંદેડના ગુરુદ્વારાની અંદર એક નિહંગે હુમલો કર્યો હતો. હુમલામાં હાથના ભાગે ઈજા થતાં તેમને તરત જ હોસ્પિટલ લઈ જવાયા છે અને પોલીસે આ માมલે આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Most Popular