Homerevoinewsસરકારે એર માર્શલ આશુતોષ દિક્ષિતની એર સ્ટાફના વડા તરીકે નિમણૂક કરી

સરકારે એર માર્શલ આશુતોષ દિક્ષિતની એર સ્ટાફના વડા તરીકે નિમણૂક કરી

નવી દિલ્હી, 6 ઑક્ટોબર, 2026: Air Marshal Ashutosh Dixit appointed as the Chief of Air Staff. હાલ એર સ્ટાફના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહેલા એર માર્શલ આશુતોષ દિક્ષિત, પીવીએસએમ, એવીએસએમ, વીએમ, વીએસએમની સરકારે 31 ઓક્ટોબર 2026ની બપોરથી લાગુ થાય તે રીતે એર ચીફ માર્શલના હોદ્દા સાથે 29મા એર સ્ટાફના વડા તરીકે નિમણૂક કરી છે. વર્તમાન એર સ્ટાફના વડા, એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ 31 ઓક્ટોબર 2026ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

09 ડિસેમ્બર 1966ના રોજ જન્મેલા એર માર્શલ આશુતોષ દિક્ષિત 06 ડિસેમ્બર 1986ના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર શાખામાં સામેલ થયા હતા. એર સ્ટાફના વાઇસ ચીફ તરીકેનો પદભાર સંભાળતા પહેલા, એર માર્શલ દિક્ષિતે હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ખાતે ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષના ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (સીઆઈએસડી) અને સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી છે.

એર માર્શલ નેશનલ ડિફેન્સ અકાદમી, ડિફેન્સ સ્ટાફ સર્વિસ કોલેજ (બાંગ્લાદેશ) અને નેશનલ ડિફેન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમની પાસે મિરાજ-2000, મિગના વિવિધ પ્રકારો, કિરણ, જેગુઆર, આઈએલ-78, હોક અને તેજસ સહિતના અસંખ્ય વિમાનો પર 3500 કલાકથી વધુનો વ્યાપક ઉડાન અનુભવ છે. તેઓ એક પ્રાયોગિક ટેસ્ટ પાઇલટ અને લાયકાત ધરાવતા ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે. આશરે ચાર દાયકાની તેમની સેવા કારકિર્દી દરમિયાન, તેઓ ઓપ-સફેડ સાગર, ઓપ-રક્ષક અને ઓપ સિંદૂર સહિત અનેક કામગીરીઓ અને કવાયતોમાં સક્રિયપણે સામેલ રહ્યા છે.

તેમની ઉજ્જવળ કારકિર્દી દરમિયાન, એર માર્શલે અસંખ્ય મહત્વપૂર્ણ ક્ષેત્રીય અને સ્ટાફ ન્યુક્તિઓ સંભાળી છે. તેમણે પશ્ચિમી ક્ષેત્રમાં અગ્રણી ફાઇટર એર બેઝ અને દક્ષિણી ક્ષેત્રમાં પ્રમખ ફાઇટર તાલીમ બેઝનું નેતૃત્વ કર્યું હતું. વિવિધ ક્ષમતાઓમાં એર ઓફિસરના યોગદાનથી ભારતીય વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતામાં સુધારો થયો છે. તેમની દ્રષ્ટાંતરૂપ અને વિશિષ્ટ સેવાઓની કદરરૂપે તેમને 2006માં વાયુસેના મેડલ, 2011માં વિશિષ્ટ સેવા મેડલ, 2023માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને 2026માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી નવાજવામાં આવ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular