Site icon Revoi.in

લીલા ધાણા જ નહી પરંતુ આખા સુકા ઘાણાના પણ છે ઘણા ફાયદા, આ રીતે ઉપયોગ કરવાથી અનેક બીમારીમાં મળે છે રાહત

Social Share

આપણા કિચનમાં રહેતા અનેક મસાલા આપણી હેલ્થ સાથે સીધેસીધો સંબંધ ઘરાવે છે, આ મસાલા થકી આપણે આપણા કેટલાક રોગોમાંથી છૂટકારો મેળવી શકીએ છીએ,આજે વાત કરીશું શાકમામં નાખવામાં આવતા ઘાણા-જીરુ પાવડરની ,જે સુકા ઘાણા અને શેકેલા જીરુમાંથી બને છે જે આપણા શરીર માટે ઓધષિ સાબિત થાય છે.

200 ગ્રામ સુકા ઘાણામાં 100 ગ્રામ જીરુ શેકીને ઉમેરીને તેનો પાવડર બનાવી લેવો, આ પાવડર ેક ડબ્બામાં સ્ટોરી કરી લેવો,જો તમે ઈચ્છો તો 3 થી 4 ચમચી વરિયાળી પણ એડ કરી શકો છો જે પેટની બળતરામાં ઠંડક આપશે, જીરુની તાસિર પણ ઠંડી છે જેથી તેને છાસ,શરબતમાં નાખઈને પીવું જોઈએ,

આ ઘાણાજીરુ પાવડરને તમે ફ્રૂબટમાં નાખઈને પણ ખાઈ શકો છો,જેનાથી પાચન ક્રિયા સરળ બને છે પેટની બળતરામાં રાહત અને એસિડિટીમાંથી છૂટકારો મળે છે.

આ સાથે જ આ પાવડરનું સેવન કરવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.વેઈટ લોસ કરવા માટે પાણીમાં એક ચમચી આ પાવડર નાખીને સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરો આમ કરવાથી વેઈટ લોસમાં મદદ મળે છે.

પાચન અંગે ની સમસ્યાઓ જેમ કે કબજિયાત, અપચો, ગેસ અને એસિટિડી માટે ધાણા ને અકસીર કહી શકાય એવો ઈલાજ છે

આ પાવડરના સેવનથી પાચન શક્તિને મજબૂત બને છે,પેટમાંથી નકામો કચરો દૂર થાય છે.આ પાવડર તમને શરીરમાં મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે.

અશક્તિ અને લોહી ની ઉણપ માટે પણ ધાણા ખૂબ જ ઉપયોગી છે. એન્ટિ ઓક્સિડેન્ટ થી ભરપૂર હોવાથી રોગો સામે રક્ષણ પણ આપે છે , કફ અને ફલૂ જેવી બીમારી ધાણા ખાવાથી દૂર થાય છે.

આ સાથે જ તમનારી ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.ઘાણાજીરુ પાવડર પેટની બીમારીમાં  રાહત આપે છે.

ન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર એવા સૂકા ધાણા પોટેશિયમ, મેગ્નેશિયમ,કૅલ્શિયમ , ફોલિક એસિડ અને વિટામિન A, C અને K થી ભરપૂર છે.