Site icon Revoi.in

માત્ર લીલા શાકભાજી જ નહીં, કઠોળના ભાવમાં પણ તોતિંગ વધારો, તુવેરદાળમાં કિલોએ 20નો વધારો

Social Share

અમદાવાદઃ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અસહ્ય મોંઘવારીથી લોકોની હાલત કફોડી બની રહી છે. હાલ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે બીજી બાજુ કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. જેમાં તુવેરદાળના ભાવમાં કિલોએ રૂા.20નો વધારો થયો છે. સાથે અન્ય કઠોળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અડદદાળના ભાવ રૂા.90-100 જે વધીને રૂા.100-120, ચણાદાળ રૂા.58 થી રૂ.65 , મગફાડા રૂા.80-95 થી વધીને રૂા.88-105, મગ રૂા.80-110 થી વધી રૂા.90-120 પ્રતિ કિલોએ આંબી ગયા છે.​​​​​​​

ગુજરાતમાં જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અસહ્ય મોંઘવારીને કારણે મધ્યમ વર્ગની હાલત કફોડી બની રહી છે. રોજીંદા વપરાશમાં લેવાતા કઠોળ અને દાળના ભાવમાં ભડકો થતા ગૃહીણીનુ કીચન બજેટ અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. એક બાજુ શાકભાજીના ઉંચા ભાવ છે. ત્યારે કઠોળ અને દાળનો ઉપયોગ લોકો કરવા લાગ્યા છે. ત્યારે કઠોળ અને દાળના ભાવમાં પ્રતિ કિલોએ રૂા.8 થી 10નો વધારો થયો છે. તુવેરદાળના ભાવમાં છેલ્લા 1 માસમાં કિલોએ રૂા.20નો વધારો થયો છે. ત્યારે જયા જયા દાળનો વપરાશ થાય તે વસ્તુઓ મોંધી થઇ ગઇ છે. સવારે નાસ્તામાં ઇડલી-સંભારનુ ચલણ છે. ત્યારે સવારનો નાસ્તો મોંધો થયો છે. તેમજ રેસ્ટોરન્ટ અને હોટલમાં ઈડલી-ઢોંસાના ભાવ વધી રહ્યા છે. તેલના ભાવમાં તળીયે આવી ગયા છે. ત્યારે ફરસાણના ભાવ ઘટવાને બદલે વધ્યા છે. ગાંઠીયા અને ફરસાણના ભાવમાં વધારો થયો છે. ત્યારે આડકતરી રીતે લોકોને મોટો માર પડી રહ્યો છે.

​​​​​​​​​વેપારીઓના કહેવા મુજબ એક માસ પહેલા ચાલુ તુવેરદાસના 65 થી 90 હતા જે વધીને રૂા85-110, તુવેરદાળ ઉંચી રૂા.90 થી 120 હતી તે વધીને રૂા 110 થી 140 અડદદાળના ભાવ એક માસ પહેલા રૂા.90-100 જે વધીને રૂા.100-120, ચણાદાળ રૂા.58 થી રૂ.65 થયાવત, મગફાડા રૂા.80-95 થી વધીને રૂા.88-105, મગ રૂા.80-110 થી વધી રૂા.90-120 પ્રતિ કિલોએ આંબી ગયા છે.​​​​​​​