Site icon Revoi.in

ડુંગળી જ નહીં પરંતુ ડુંગળીની છાલના પણ છે અદ્દભુત ફાયદા

Social Share

ભારતીય રસોડામાં ડુંગળીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ડુંગળી વિનાની કોઈપણ વાનગી અપૂર્ણ માનવામાં આવે છે. ડુંગળી ખોરાકનો સ્વાદ વધુ સારી બનાવે છે. તે ખોરાકનો સ્વાદ વધારે છે. બહુ ઓછા લોકો હશે જે ડુંગળી ખાવાનું પસંદ નહીં કરે.

ડુંગળીના ખાવાના તો અનેક ફાયદા છે પરંતુ આ સાથે ડુંગળીની છાલના પણ ચમત્કારિક ફાયદા છે.જે તમને અનેક રીતે ઉપયોગી બંને છે.તમે જોયું હશે કે, ડુંગળીની છાલને બહાર ફેંકી દેવામાં આવી છે.પરંતુ આ છાલ આપણી ત્વચા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે, ડુંગળીની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો

સ્કીન એલર્જીથી બચાવશે ડુંગળીની છાલ

સ્કીન એલર્જીથી બચવા માટે ડુંગળીની છાલને આખી રાત પાણીમાં પલાળી રાખો અને દરરોજ સવારે આ પાણીથી તમારું મોં ધોઈ લો. થોડા દિવસોમાં તમે જાતે જ ફરક અનુભવશો.

દાગ હટાવવા

જો તમારા ચહેરા પર કોઈ દાગ છે,તો કોઈપણ પ્રકારની ક્રીમ વાપરવાની જગ્યાએ ચહેરા પર ડુંગળીની છાલની પેસ્ટ લગાવો. ડુંગળીની છાલની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરા પરની ફોલ્લીઓ અને દાગ દૂર થાય છે.

વાળને બનાવે સુંદર

વાળને સુંદર બનાવવા માટે ડુંગળીની છાલ પણ વાપરી શકાય છે. આનાથી તમારા વાળ મુલાયમ અને ચમકદાર બનશે.

-દેવાંશી