Site icon Revoi.in

ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત બનેલા 30,000 મકાન માલિકોને નોટિસ, રિ-ડેવલપમેન્ટ કરાશે !

Social Share

અમદાવાદ: રાજ્યના અમદાવાદ સહિત શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા વસાહતો બનાવવામાં આવી હતી. અને વર્ષોથી હાઉસિંગની વસાહતોના મકાનોમાં લોકો વસવાટ કરી રહ્યા છે. જેમાં કેટલાક મકાનો જર્જરિત બની ગયા છે. એટલે હાઉસિંગ બોર્ડની વર્ષો જુની વસાહતોના રિ-ડેવલપમેન્ટ માટે કેટલાક રહિશો તૈયાર થતા નથી. આથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 127 વસાહતોના 30 હજાર જેટલા મકાનમાલિકોને નોટિસ ફટકારવામાં આવી છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડની વર્ષો જુની વસાહતોના અનેક મકાનો જર્જરિત સ્થિતિમાં છે. રાજ્ય સરકારે આવા મકાનોને રિડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કેટલાક મકાનમાલિકો રિ-ડેવલપમેન્ટ માટે તૈયાર થતા નથી.  જેના કારણે હવે હાઉસિંગ બોર્ડે નોટિસ ફટકારી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજ્યભરની 127 કોલોનીના 30 હજાર મકાનોને રીપેર કરાવવા કે રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાવવા માટેની નોટિસ ફટકારી છે. 30 થી 50 વર્ષ જુના અને રીપેરીંગ માંગતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના સ્લેબ, છત કે અન્ય ભાગો પડવાના બનાવો વારંવાર સામે આવતા હોય છે ત્યારે સુરક્ષાને ધ્યાને રાખી હાઉસિંગ બોર્ડે અતિ જર્જરિત આવાસોની યાદી બનાવી નોટિસો ફટકારી છે.

ગુજરાતના અનેક શહેરોમાં હાઉસિંગ બોર્ડની વસાહતો આવેલી છે. ઘણાબધા મકાનો વર્ષો જુના હોવાથી જર્જરિત થઈ ગયા છે. લાંબા સમયથી હાઉસિંગ બોર્ડ તેનું સમારકામ કરવા માંગે છે પરંતુ આ મકાનોમાં રહેતા લોકો તૈયાર થતા નથી. 30થી 50 વર્ષ જૂના આ મકાનો હાલ ખંડેર જેવી સ્થિતિમાં આવી ગયા છે. મકાનોના સ્લેબ, છત તથા અન્ય ભાગો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની રહી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર એક્ટિવ થઈ ગયું છે.  અને રાજ્યભરની 127 કોલોનીના 30 હજાર મકાનોને રીપેર કરાવવા નોટિસ આપી છે.

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં થોડા સમય પહેલા જ હાઉસિંગની એક સોસાયટીની છત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે રીડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરી છે. પરંતુ આ સ્કીમ જાહેર કરાયા બાદ પણ ઘણાબધા રહિશો તૈયાર થતા નથી. આથી હાઉસિંગ બોર્ડે નોટિસ ફટકારી છે.