દિલ્હીઃ ભારત દેશની જો વાત કરવામાં આવે તો લાખો લોકો ડાયાબિટીઝનો શિકાર છે,બ્લડ સુગરને નિયંત્રણમાં લાવવા ઈન્સ્યુલેન્સથી લઈને દવાઓનો સહારો લેતા હોય છે જો કે વૈજ્ઞાનિકોએ હવે એક એવા પ્રકારના ઈન્સ્યુલન્સનું સફળ પરિક્ષણ કર્યું છે કે જેના થકી એક અઠવાડિયા સુધી બ્લડ સુગરને દર્દી નિયંત્રણમાં રાખી શકે છે.
જાણકારી અનુસાર ભોજન લેતા પહેલા દિવસમાં બે વખત ઈન્સ્યુલિનના ઈન્જેક્શનથી પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર છે. હવે તેણે અઠવાડિયામાં માત્ર એક જ વાર ઈન્સ્યુલિન લેવું પડશે અને તેનું બ્લડ સુગર લેવલ આખા અઠવાડિયા દરમિયાન કંટ્રોલ રહેશે.
આ ઈન્સ્યુલન્સ એટલે કે અલ્ટ્રા લોંગ ઇન્સ્યુલિન કે જે એક અઠવાડિયા સુધી કામ કરશે. આ દવાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. દવા ત્રણ-ચાર મહિનામાં બજારમાં ઉપલબ્ધ થશે.જીએસવીએમ મેડિકલ કોલેજના એન્ડોક્રોનોલોજી વિભાગ, મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ નિષ્ણાત ડૉ. શિવેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે શનિવારથી શરૂ થયેલી બે દિવસીય નેશનલ ઇન્સ્યુલિન એકેડેમિયા કોન્ફરન્સમાં આ દવાના ટ્રાયલ પરિણામો રજૂ કરવામાં આવ્યા હતા.
બેંગ્લોર. દેશભરના 40 નિષ્ણાતોની પેનલે આ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. આ પેનલમાં ડો.શિવેન્દ્ર વર્મા પણ રહ્યા છે. તેમણે કહ્યું કે આ દવાની માત્રા સામાન્ય ઇન્સ્યુલિનની જેમ લેવી પડશે પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહેશે.
આ દવાથી બ્લડ સુગર લેવલ અચાનક નીચે નહીં આવે ડો.વર્માએ કહ્યું કે નવી દવાની ટ્રાયલ દેશની અંદર અને વિદેશમાં પણ કરવામાં આવી છે. જેમાં નિષ્ણાતોની પેનલે બે મુદ્દા પર વિશેષ ચર્ચા કરી હતી.
સૌપ્રથમ, આ દવા લેવાથી, લો બ્લડ સુગર, જેને હાઈપોગ્લાયકેમિઆ કહેવાય છે, તેનું જોખમ ઘણું ઓછું થઈ જશે. દવા લીધા પછી તરત જ બ્લડ સુગરનું સ્તર ઘટતું નથી. આ સિવાય બીજો મુદ્દો ડાયાબિટીસના દર્દીનું વજન વધવાનો હતો. એવું નોંધવામાં આવ્યું હતું કે ટ્રાયલમાં સમાવિષ્ટ દર્દીઓનું વજન વધારે નથી. ડાયાબિટીસના દર્દીઓને રાહત મળશે
વઘુમાં ડોક્ટર વર્માએ જણાવ્યું કે વર્ષ 2002માં કેટલાક ઇન્સ્યુલિન લાવવામાં આવ્યા હતા, જેની અસર 20 થી 24 કલાક સુધી રહે છે. આ પછી જે દવા આવી તેની અસર 30 થી 42 કલાક સુધી રહી. પરંતુ આ પહેલું ઇન્સ્યુલિન છે જે એક અઠવાડિયા માટે અસરકારક છે.