Site icon Revoi.in

હવે વારાણસીની ગંગા નદીમાં દેશના પ્રથમ મિની સોલર લગ્ઝરી ક્રુઝની મજા માણી શકાશે – જાણો તેની ખાસિયતો

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશનું વારાણસી ઘાર્મિક લસ્થળ હોવાની સાથે સાથે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર પણ છે જ્યાં પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક સુવિધઆઓ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે,અહી ગંગા ઘાટ પર દેશ વિદેશથી પ્રવા,ીઓ આવતા હોય છે ત્યારે હવે યાત્રીઓને અહી ખઆસ ગંગા નદીની મુસાફરી કરવા મળશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે હવેથી  વારાણસીની ગંગામાં  મીની સોલર લક્ઝરી ક્રૂઝની મજા માણી શકાશે. આ ક્રૂઝ પર્યટકોને તેના નિર્ધારિત સ્થળેથી જ કાશી વિશ્વનાથ ધામની મુલાકાત લેવાની મંજૂરી આપશે. ઉલ્લેખનીય છે કે અહીં ટૂંક સમયમાં ગંગામાં સૌર ઊર્જા સંચાલિત મિની લક્ઝરી ક્રૂઝ લાવવાની યોજના હતી જે હવે પૂરી થઈ ચૂકી છે.

નમો ઘાટ અને સંત રવિદાસ ઘાટથી મિની લક્ઝરી ક્રૂઝ ચલાવવાનો પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવી રહ્યો છે. મંજૂરી મળ્યા બાદ પ્રવાસીઓ માટે ક્રુઝ ઓપરેશન શરૂ કરવામાં આવશે.જેનાથી યાત્રીઓ આ ક્રુઝની મુસાફરી કરી શકશે.

આ ક્રુઝથી પ્રયાવરણ પણ પ્રદુષિત નહી થાય

સૌર ઉર્જાથી ચાલતી મીની લક્ઝરી ક્રૂઝ પર્યાવરણની સુરક્ષામાં ઘણી આગળ વધશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી આ ક્રુઝમાં એક સમયે લગભગ 25 થી 30 લોકો બેસી શકશે. સમગ્ર ક્રુઝ એર કન્ડિશન્ડ હશે. આમાં, કાફેટેરિયા અને બાયો ટોઇલેટની સાથે, સલામતીના આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવામાં આવશે.