Site icon Revoi.in

હવે મધ્યપ્રદેશમાં H3N2 વાયરસે આપી દસ્તક, પ્રથમ કેસ નોંધાયો , દેશભરમાં આ વાયરસનો આંકડો 450 ને પાર પહોચ્યો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોના વાયરસના કેસ જ્યારે ફરી વધતા જોવા ણળ્યા છે તો બીજી તરફ કોરોના બાદ હવે   H3N2 વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે દેશના ઘણઆ રાજ્યોમાં આ વાયરસ કહેર ફેલાવી રહ્યો છએ ત્યારે હવે મધ્યપ્રદેશ પણ તેમાંથી બાકાત રહ્યું નથી અહી પણ આ વાયરસે દસ્તક આપી દીધી છે.

આ વર્જાષની શરુઆતથી  સમગ્ર દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના 450 થી વધુ કેસ નોંધાયા છે. H3N2ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો પહેલો કેસ મધ્યપ્રદેશમાં પણ સામે આવ્યો છે. રાજ્યની રાજધાની ભોપાલમાં એક યુવકમાં વાયરસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ભોપાલના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસરS મીડિયાને જણાવ્યું કે જે યુવકોમાં H3N2ની પુષ્ટિ થઈ છે તેની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. જોકે હવે તેનામાં કોઈ લક્ષણો નથી. દર્દી ઘરે સ્વસ્થ થઈ રહ્યો છે

આ બાબતને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુવકને ખાંસી અને શરદીની ફરિયાદ હતી, ત્યારબાદ તેના નમૂનાને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેમણે કહ્યું હતું કે ભોપાલના બૈરાગઢ વિસ્તારના રહેવાસી દર્દીને કોઈપણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ન હતો અને હાલમાં તે ઘરે સ્વસ્થ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશના રાજ્ય હરિયાણા,ગુજરાત,મહારાષ્ટ્રમાં આ વાયરસના કેસો આવ્યા છે  મંગળવારે હરિયાણામાં 5 દર્દીઓ મળી આવ્યા હતા જો આ વાયરસના લક્ષણ વિશએ વાત કરીએ તો સામાન્ય કિસ્સાઓમાં, વ્યક્તિ એક કે બે દિવસ સુધી તાવ અને ખાંસી પછી સ્વસ્થ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિને બે દિવસથી વધુ સમયથી 100 ડિગ્રીથી વધુ તાવ હોય, શરદી-ખાંસી કે લાળ આવવા લાગે તો તેવા કિસ્સામાં દવાખાને ફરજિયાત જવું જોઈએ.