Site icon Revoi.in

હવે ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં પણ કરી શકશે પ્રેક્ટિસ કરી વર્લ્ડ ફેડરેશનની માન્યતા મળી

Social Share

દિલ્હીઃ-  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પ્રમાણે હવે  વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન માન્યતા ભારતીય તબીબી સ્નાતકો માટે યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા અન્ય દેશોમાં માસ્ટર્સ તાલીમ અને પ્રેક્ટિસ કરવા માટેના માર્ગો ખોલશે.

જાણકારી પ્રમાણે હવે આ માન્યતા હેઠળ, હાલની તમામ 706 મેડિકલ કોલેજોએ WFME માન્યતા પ્રાપ્ત કરી છે અને આગામી 10 વર્ષમાં સ્થાપિત થનારી નવી મેડિકલ કોલેજોને આપોઆપ WFME માન્યતા પ્રાપ્ત થશે.આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે માન્ય ધોરણોને કારણે ભારતમાં અભ્યાસ કરવાની તક પૂરી પાડશે. વધુમાં, નેશનલ મેડિકલ કમિશનને ભારતમાં તબીબી શિક્ષણની ગુણવત્તા અને ધોરણોને વિશ્વની શ્રેષ્ઠ ગુણવત્તા સાથે સંરેખિત કરીને તેને વધારવાનો ખાસ અઘિકાર પ્રાપ્ત  થશે. 

Exit mobile version