Site icon Revoi.in

વ્હોટ્સ બાદ હવે ઈન્ટાગ્રામ યૂઝર્સ થયા પરેશાન – ઈન્સ્ટા એકાઉન્ટ સસ્પેન્ડ થયા હોવાની માહિતી

Social Share

છેલ્લા ઘણા સમયથી સોસિયલ મીડિયા પ્લેટફોર્મમાં ખામીઓ સર્જવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે થોડા દિવસ પહેલા જ થોડી મિનિટો માટે વ્હોટ્સપ ડાઉન થયું હતું ત્યારે હવે ઈન્સ્ટાગ્રામને લઈને આજ પ્રકારના એહવાલો સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિહત પ્રમાણે સોશિયલ નેટવર્કિંગ એપ ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે લોગ ઇન કરવા પર, એકાઉન્ટ સસ્પેન્શનની સૂચના દેખાય છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે.

સોમવારે સાંજે ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે એક સાથે ઘણા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેટા પ્લેટફોર્મ્સ ઇન્કના ઈન્સ્ટાગ્રામએ સોમવારે જણાવ્યું હતું કે તે તેના હજારો વપરાશકર્તાઓને ફોટો-શેરિંગ એપ્લિકેશનને ઍક્સેસ કરવાથી અવરોધિત કરવાના મુદ્દા પર વિચાર કરી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામની કોમ્યુનિકેશન ટીમે ટ્વીટ કર્યું છે કે , “અમને ખબર છે કે તમને તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. તકલીફ બદલ માફ કરશો.

એક યુઝરે લખ્યું, ઈન્સ્ટાગ્રામ, શું થઈ રહ્યું છે? મારું એકાઉન્ટ કોઈપણ કારણ વગર સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જ્યારે હું કોડ ચકાસવાનો પ્રયાસ કરું છું ત્યારે ભૂલ દેખાય છે. આ રીતે ઘણા યૂઝર્સ એ ફરીયાદ કરીને તેના સ્ક્રિન શોર્ટ પર શેર કર્યા છે.

નિષ્ણાતોના મતે, આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે સર્વર પર સાયબર હુમલો થાય છે. ટ્વિટરમાં પણ આવી જ સમસ્યા હતી. પાછળથી ખબર પડી કે હેકરે બેકએન્ડનો એક્સેસ લીધો હતો.જો કે જો કે, કંપનીએ એકાઉન્ટ સસ્પેન્શનને લઈને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.