Site icon Revoi.in

હવે લોકસભા અને રાજ્યસભા ટીવી થઈ શકે છે બંધઃ પીએમ મોદી આ મહીનામાં  લોંચ કરશે ‘સંસદ ટીવી’

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર એટલે કે આ ચાલુ મહીના દરમિયાન લોકસભા અને રાજ્યસભા ટીવી એકીકૃત પ્રસારક એવું ‘સંસદ ટીવી’ લોન્ચ કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ સમગ્ર બાબતને લઈને વરિષ્ઠ સંસદીય અધિકારીઓએ વિતેલા દિવસને શુક્રવારના રોજ કહ્યું કે સંસદ ટીવીની સ્થાપનાની યોજના પ્રસાર ભારતીના સીઈઓ સૂર્ય પ્રકાશની અધ્યક્ષતાવાળી નિષ્ણાત સમિતિ દ્વારા 2019 માં પ્રસ્તાવિત કરવામાં આવી હતી.

આ સમિતિનો ખાસ ઉદ્દેશ ખર્ચ ઘટાડવો, ચેનલ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત બનાવવું અને સામગ્રીને દર્શકો અને જાહેરાતકર્તાઓ માટે આકર્ષક બનાવવા માટેનો હતો.ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભા ટીવી બંને નફાકારક સંસ્થાઓ છે, જે મુખ્યત્વે જાહેર ક્ષેત્રના દિગ્ગજો અને કેન્દ્રીય મંત્રાલયોની જાહેરાતો પર સંચાલીત થતી હોય છે.

લોકસભાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “વડાપ્રધાન મોદી આગામી 15 સપ્ટેમ્બર સુધીમાં ટીવી ચેનલોનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ નિશ્ચિત રીતે આ ચેનલો 2 ઓક્ટોબર પહેલા જ શરૂ થશે.

સંસદ સત્ર દરમિયાન બંને ગૃહોનું લાઇવ સ્ટ્રીમિંગ સુનિશ્ચિત કરવા માટે  સંસદ ટીવી પાસે બે ચેનલો હશે. રાજ્યસભાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ચેનલોની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ લોન્ચિંગ માટે તૈયારી કરી રહ્યા છે. અધિકારીઓ નવી ચેનલો શરૂ કરવા માટે પીએમના ખાસ સમયની રાહ જોઈ રહ્યા છે.

 

Exit mobile version